ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: September 18, 2020, 1:38 PM IST
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ
કેશુભાઈ પટેલ (ફાઇલ તસવીર)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે તેમના PAનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા, કેશુભાઈ ઘરે જ લઈ રહ્યા છે સારવાર.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેમના પીએ પણ હોમ આઇસોલેટ થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ કેશુભાઈની તબીયત એકદમ સારી છે. તેઓ પોતાના નિવાસસ્થાને જ ડૉક્ટરને બોલાવીને સારવાર લઈ રહ્યા છે. હાલ તેમની તબિયત અંગે ચિંતાનું કોઈ કારણ નથી.

ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. 1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ચોથી ઓગસ્ટ 2012ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે GPP એટલે કે  'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. 2014માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દીધું હતું.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1379 કેસ નોંધાયા

રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1,379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,273 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 280 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,19,088 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,007 છે. આજે રાજ્યમાં કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 83.81 ટકા છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી: PM વગર જ મૃતદેહ સોંપી દીધો, બાદમાં અંતિમવિધિમાંથી પરત મંગાવ્યો

રાજ્યમાં અત્યારે કુલ 16,007 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને રાજ્યમાં 15,911 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 99,808 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2020, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading