ભાજપના ભીષ્મપિતાની વિદાય: રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર

ભાજપના ભીષ્મપિતાની વિદાય: રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર
ગાંધીનગર ખાતે કેશુભાઈના અંતિમ સંસ્કાર કરાયા.

કેશુભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ગાંધીનગર ખાતે તેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો, સી.એમ. રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (Keshubhai Patel)ના  ગાંધીનગર ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવ્યા છે. સાંજના પાંચ વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી સબવાહીની મારફતે સ્મશાનગૃહ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી સહિતના નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.

  તેમના નિધનથી સરકાર તરફથી આજના એક દિવનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ પસાર રજૂ કરવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના બીજેપીના નેતાઓએ આજે કેશુભાઈ પટેલના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  કેશુભાઈ પટેલના નિવાસ્થાન ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "આદરણીય કેશુભાઈનું દુઃખદ અવસાનના સમાચાર અમને ગઢડા કાર્યક્રમમાં મળ્યા હતા. તેમના અવસાનથી પાર્ટીએ નક્કી કર્યું છે કે આજના બધા કાર્યક્રમો રદ કરવામાં આવે. અમે કાર્યક્રમ ટૂંકાવીને પરત આવ્યા છીએ. કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને ભારે ખોટ પડી છે. હું અને કેશુભાઈ બંને રાજકોટના હોવાથી નજીકથી કામ કરવાનો મોકો મળ્યો છે. પરિવાર સાથે પણ સંબંધ રહ્યા છે. કેશુભાઈ એટલી બધી કોઢાસૂઝ ધરાવતા હતા કે સામાન્ય માણસ, ખેડૂત તમામને સમજી શકતા હતા. કિસાનોની સમસ્યાનો ઊંડો આભ્યાસ હતો."  કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

  કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ મામલે સ્ટાર્લિંગ હૉસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, તેઓને હૉસ્પિટલ લવાયા ત્યારે તેઓ બેભાન હતા. તેઓ ડાયાબિટીસ હાઇપર ટેન્શનથી પીડાતા હતા, ભૂતકાળમાં તેમનું હૃદયનું ઓપેરશન પણ થઈ ચૂક્યું છે. હૉસ્પિટલ ખાતે સતત એક કલાક સુધી તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.  કોરોનાને આપી હતી મ્હાત

  કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. મોટી ઊંમર હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.

  આ પણ જુઓ-

  ગુજરાતને મોટી ખોટ પડી: વિજય રૂપાણી

  આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું."
  Published by:Vinod Zankhaliya
  First published:October 29, 2020, 15:06 pm

  ટૉપ ન્યૂઝ