અમદાવાદ : એક સમય એવો હતો કે, જ્યારે એન્જીનિયરિંગમાં એડમિશન લેવા માટે કતારો લાગતી હતી પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે. હવે એન્જિનિયરિંગ ફેકલ્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. જેને કારણે ડિપ્લોમાં અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી સીટો ઓછી થાય તેવી સંભાવના છે.
શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજૂરીઓ આપી દીઘી હતી અને સીટો પણ એક સમયે ભરાઇ જતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ વર્ષે 50 ટકાથી પણ વધુ સીટો ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જેને કારણે કોલેજોને પણ હવે ધીરે ધીરે તાળા વાગી રહ્યા છે. કોલેજોને વિદ્યાર્થીઓ ન મળતા કોલેજો અને કોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ અંગે GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠ જણાવે છે કે, ઇસી, ઇલેકટ્રીકલ અને સિવિલ એન્જિનિયરિંગ અને પાવર ઇલેક્ટ્રીક્સ, ફેબ્રીકેશન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓનો ઝૂકાવ ઘટ્યો છે. તેની સામે સાયબર અને ટેકનોલોજી એન્જીનિયરીગના કોર્સ તરફ વિધાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જેના PG લેવલે કોર્ષ GTU ચલાવી રહ્યું છે. જોકે, NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ આક્ષેપ કર્યો કે, કોલેજોમા સુવિધાઓનો અભાવ, સ્ટાફનો અભાવ અને લેબ ટેકનિશિયનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા. તેના જ કારણે કોર્ષ ઘટાડવાની ફરજ પડી રહી છે.
આ પણ જુઓ -
મહત્વનું છે કે, રાજ્યમાં એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની સ્થિતિ કથળી રહી છે. અને તેને જ કારણે રાજ્યની કોલેજોમા વિદ્યાર્થીઓ ન મળતા કોલેજ અને કોર્ષ બંધ કરવાની ફરજ પડી રહી છે ત્યારે સરકાર આ મામલે વિચારે તે જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો - કોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય Published by:Kaushal Pancholi
First published:September 19, 2020, 13:07 pm