Home /News /madhya-gujarat /વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, પ્રવીણ મારુએ કેસરિયો ખેસ કર્યો ધારણ

વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, પ્રવીણ મારુએ કેસરિયો ખેસ કર્યો ધારણ

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા ગઢડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુએ (Pravin Maru joins Gujarat BJP) પણ ગુરુવારે આંબેડકર જયંતીના દિવસે ભાજપમાં (Gujarat BJP) જોડાઇ ગયા છે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું હતુ. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે કેસરિયો પહેરીને પ્રવીણ મારુએ જણાવ્યુ હતુ કે, પાર્ટી જે પણ જવાબદારી આપશે તે નિભાવવા હું તૈયાર છું.

પ્રવીણ મારુએ ભાજપમાં જોડાઇને કહ્યુ કે, 'પાર્ટીમાં પાયાનો કાર્યકર બનીને કામ કરીશ. પાર્ટી મને જે જવાબદારી આપશે તે માટે હું તૈયાર છું.' નોંધનીય છે કે, પ્રવીણ મારૂએ તાજેતરમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રવીણ મારુને સૌરાષ્ટ્રમાં દલિત સમુદાયનો ચહેરો બનાવાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ સાથે 2022ની ચૂંટણી પહેલા બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. મહત્વનું છે કે, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો - આપમાં જોડાઇને બોલ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, 'ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે'

આ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ (Indranil Rajyaguru),વસરામભાઈ સાગઠિયા (Vashram Sagathiya) , કોમલબેન બારાઈ આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સામે જણાવ્યુ કે, હું કોંગ્રેસમાંથી પણ લોકો માટે જ લડતો આવ્યો છું અને આપમાંથી પણ લડીશ. અરવિંદજી પક્ષ માટે નહીં પરંતુ તેઓ ભારતના આમ આદમી માટે લડે છે.



2017માં ટિકિટ ન મળતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનાર કમાભાઈ રાઠોડ અને એમના સમર્થકોની વિશાળ ટીમે પણ ભાજપમાં પ્રવેસ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઠોડ, સાણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ પટેલ, બોપલ ઘુમા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેશ પટેલ સહિત એક ડઝન આગેવાનો-સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી આવકાર્યા હતા.
First published:

Tags: Gujarat BJP, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત