Home /News /madhya-gujarat /

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક પડતો નથી: દિલીપ સંઘાણી

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક પડતો નથી: દિલીપ સંઘાણી

ગુજરાતનું રાજકારણ ગરમાયું છે

Gujarat Politics: 'હાર્દિક પટેલને બીજેપીમાં લાવવો કે નહીં.  તે પાર્ટી નક્કી કરશે, તે અંગે હું કાંઇ કહી શકુ નહીં.'

  અમદાવાદ: ગુજરાતમાં થોડા મહિનાઓ બાદ ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. ત્યારે અત્યારથી રાજકારણ (Gujarat Politics) ગરમાઇ ચૂક્યું છે. ગુજરાતની મોટી મોટી પાર્ટીઓમાંથી નેતાઓ ભાજપમાં (Gujarat BJP) જોડાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના હાર્દિક પટેલે (Hardik Patel) ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ અંગે ગુજરાત ભાજપના નેતા દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) હાર્દિક અંગે સૂચક નિવેદન કરતા જણાવ્યુ છે કે, હાર્દિક વિશ્વાસઘાતી છે તેણે પાટીદાર સમાજમાં પહેલા કહ્યુ હતુ કે કોઇપણ પાર્ટીમાં નહીં જોડાય પરંતુ તે કોંગ્રેસમાં જોડાયો, સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને હવે ભાજપના વખાણ કરે છે. તો હાર્દિકને ભાજપમાં લાવવાના પ્રયત્ન થશે કે નહીં તે અંગે તો પાર્ટી જ નક્કી કરશે.

  'મને કોંગ્રેસ સ્ટેટ લીડરશીપથી નારાજગી છે'

  કોંગ્રેસના હાર્દિક પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, મને વ્યક્તિગક કોઇનાથી નારાજગી નથી. મને કોંગ્રેસ સ્ટેટ લીડરશીપથી નારાજગી છે. જ્યારે પાર્ટીમાં કોઇ સાચું બોલે છે તો તેને અલગ રીતે જોવામાં આવે છે, કે આ જતો રહેવાનો છે. પાર્ટીમાં કોઇ આવી વાત કરતો હોય ત્યારે તેની સાથે ચર્ચા થવી જોઇએ કે, તે શું વિચારે છે તે શેનાથી નારાજ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઇપણ પાર્ટી હોય તેમાંથી કાંઇકને કાંઇક શીખવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય નિર્ણયો તાત્કાલિક લેવાની ક્ષમતા વધારે છે. સાચી વસ્તુનો સ્વીકાર કરવો જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસને ઉભુ થવું હશે તો નિર્ણય શક્તિની ક્ષમતામાં વધારો કરવો પડશે.

  'બીજેપી વિક્રમસર્જક બહુમતી મેળવશે'

  હાર્દિક પટેલની વાત બાદ ન્યૂઝ18 ગુજરાતીએ ભાજપના મોટા નેતા દિલીપ સંઘાણી સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે , આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.

  'હાર્દિકે પાટીદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે'

  દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યુ કે, હાર્દિક ફેક્ટરની વાત કરીએ તો, પહેલા હાર્દિકે પાટીદાર સમાજમાં કહ્યુ હતુ કે, હું કોઇપણ રાજકીય પાર્ટીમાં નહીં જોડાવ અને હાર્દિક પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કરીને કોંગ્રેસમાં જોડાયા. હવે પાટીદારો હાર્દિકનો વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે તેને મહત્ત્વ આપવાનું બંધ કર્યું એટલે એને અસંતોષ ઉભો થયો છે. હવે તે ગમે ત્યાં જાય તેની વિશ્વાસઘાતીની ઓળખ છે તે બદલી ન શકે.

  'ભાજપના નેતા જીત મેળવવા તનતોડ મહેનત કરશે'

  હાર્દિકને ભાજપમાં લાવવાના પ્રયત્નો અંગે દિલીપ સંઘાણીએ કહ્યુ કે, વિશ્વાસઘાતી ક્યાંય પણ જાય તે વિશ્વાસઘાત કરવાનો છે, હાર્દિકને લાવવો કે નહીં.  તે પાર્ટી નક્કી કરશે, તે અંગે હું કાંઇ કહી શકુ નહીં.

  ચૂંટણી વહેલી આવવા અંગે દિલીપ સંઘાણીએ કહ્યું કે, એ વાત તો ચૂંટણી પંચ નક્કી કરશે. પરંતુ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી અને સી.આર પાટીલની આગેવાનીમાં ગુજરાત આ વખતે ઐતિહાસિક જીત મેળવશે. આ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે તનતોડ મહેનત કરીશું એમાં કોઇ બેમત નથી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat BJP, Gujarat Election 2022, Gujarat Politics, ગુજરાત કોંગ્રેસ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર