Home /News /madhya-gujarat /રબ ને બના દી જોડીઃ આ ચૂંટણીમાં કોની જોડી બની અને કોની તૂટી?

રબ ને બના દી જોડીઃ આ ચૂંટણીમાં કોની જોડી બની અને કોની તૂટી?

છોટુભાઈ વસાવા અને તેનો પુત્ર મહેશ વસાવા

ચૂંટણી તો હવે પૂરી થઈ ગઈ પરંતુ તેની અસર ઘણા દિવસો સુધી વ્યક્તિગત સંબંધોમાં જોવા મળશે. આ ચૂંટણીમાં અમુક જોડી બની છે તો અમુક તૂટી છે.

  ગાંધીનગરઃ 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામો બધાની સામે છે. શુક્રવારે વિજય રૂપાણીને ફરી સીએમ અને નીતિન પટેલને ડેપ્યૂટી સીએમ બનાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી. જોકે, ચૂંટણી તો હવે પૂરી થઈ ગઈ પરંતુ તેની અસર ઘણા દિવસો સુધી વ્યક્તિગત સંબંધોમાં જોવા મળશે. આ ચૂંટણીમાં અમુક જોડી બની છે તો અમુક તૂટી છે.

  કોંગ્રેસની જોડી બની

  1) કોંગ્રેસમાં સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ ધરાવતા એકમાત્ર ધારાસભ્ય એટલે મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા 2017માં સતત 10મી વખત છોટાઉદેપુરથી ચૂંટાઇ આવ્યા છે. તો તેમના વેવાઇ સુખરામ રાઠવા પણ છોટાઉદેપુરની પાવી જેતપુર સીટ પરથી આ વખતે ચૂંટાઇ આવ્યા છે. આમ  બે વેવાઇઓની ધારાસભ્ય બેલડી એક જ પક્ષમાં બની છે. ઉલ્લેખનીય છેકે 2012માં જનવિકલ્પ મોરચાના પ્રણેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયડથી અને તેમના વેવાઇ બળવંતસિંહ રાજપૂત સિધ્ધપુરથી આજ પ્રકારે ચૂંટાઇ આવ્યા હતા. તેઓની બેલડી પણ કોંગ્રેસમાં જ બની હતી.

  સુખરામ રાઠવા પાવી જેતપુર અને મોહન રાઠવા છોટાઉદેપુરથી જીત્યા છે


  2) 2017ની વિધાનસભા ચૂંટણીએ માત્ર વેવાઈની જ નહીં પરંતુ પિતા-પુત્રની બેલડી પણ વિજેતા ઉમેદવાર તરીકે આપી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂકેલા બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા ઝઘડીયાથી અને તેમના પુત્ર મહેશ વસાવા દેડિયાપાડાથી વિજેતા બન્યા છે. બીટીપીમાં વિજેતા ધારાસભ્ય પિતા-પુત્રની બેલડી બની છે.

  ભાજપની જોડી તૂટી

  3) પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી બે સગા ભાઇઓ છે. વર્ષોથી બંને ભાજપમાંથી સાથે ચૂંટણી લડતા અને જીતતા પણ આવ્યા છે. છેલ્લી ઘણી ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પરષોત્તમ સોલંકી ચૂંટાતા આવ્યા છે, તેમના ભાઇ હીરા સોલંકી રાજુલાથી ચૂંટાતા આવ્યા છે. પરંતુ આ વખતે બે ભાઇઓમાંથી મોટા ભાઇ પરષોત્તમ સોલંકી ચૂંટણી જીત્યા છે અને હીરા સોલંકી હારી ગયા છે. 2017ના પરિણામોએ આ બંને ભાઇઓની જોડી તોડી છે.

  પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, જ્યારે હીરા સોલંકી ચૂંટણી હારી ગયા છે
  First published:

  Tags: Assembly election 2017, Gujarat Election 2017, ગુજરાત ચૂંટણી