Home /News /madhya-gujarat /

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 11 બેઠકો પર ફેર મતદાન પૂર્ણ

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 11 બેઠકો પર ફેર મતદાન પૂર્ણ

ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું.

જોકે, ટેક્નિકલ ખામીને કારણે બીજા તબક્કાની 11 બેઠક પર ફરીથી મતદાન પૂર્ણ થઈ ગયું છે.

દલિત નેતાનો જીગ્નેશનો પ્રહાર

દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે એક્ઝિટ પોલ તો બકવાસ છે. આ વખતે બીજેપી ચોક્કસ હારશે. નોંધનીય છે કે જિગ્નેશ મેવાણી વડગામમાંથી ઉભો રહ્યો હતો.



11 બેઠકના 16 બૂથ પર ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા, એટલે કે આજે 17મી ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન યોજાશે.



મળતી માહિતી પ્રમાણે 11 બેઠકના 16 બૂથ પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ચૂંટણી પંચે આ બૂથો પર ફરીથી મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે.



11 બેઠકમાં વિરમગામ, વટવા, વેજલપુર, દસક્રોઈ, વડગામ, સાવલી, ખાડીયા-જમાલપુર, સંખેડા, વિસનગર, બેચરાજી અને મોડાસાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર રવિવારે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી ફેર મતદાન યોજાઈ રહ્યું છે.

અમદાવાદની બેઠકોની વાત કરીએ તો વેજલપુર 58 અને વસ્ત્રાલના 55 નંબર બુથ ઉપર મતદાન થઇ રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદના ખાડિયામાં પણ ફરી મતદાન થઇ રહ્યું છે.
First published:

Tags: Assemble election 2017, Gujarat Electioin 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन