અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની (Corona third wave) અલવિદા એટલે કે, કેસમાં (Coronavirus) ઘટાડો થતા ફરી શાળાઓમાં (Gujarat Education) ઓફલાઇન અભ્યાસ શરુ થઇ રહ્યો છે. પરંતુ વારંવાર શાળાઓ બંધ રહેતા બાળકોમાં અભ્યાસ માટે શાળાએ જવાની રુચિ ઘટી રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ફરી શાળા તો શરૂ થઈ રહી છે પણ 30 ટકા વિધાર્થીઓને શાળાએ જવાની ઇચ્છા નથી થતી. વારંવાર શાળાઓ બંધ રહેતા 35 ટકા બાળકોમાં લર્નિંગ લોશ જોવા મળી રહ્યો છે.
A ફોર એપ્પલ.. પછી બીજું બોલાવતા નહિ હો મને.. મને નો આવડે... થોડા સમય પહેલા એક બાળકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાળક અભ્યાસથી દૂર ભાગી રહ્યું હતુ. પરંતુ હાલમાં વાસ્તવિક સ્થિતિ પણ કંઈક આવી જ છે. કોરોનામાં બે વર્ષમાં અવાર નવાર શાળાઓ બંધ રહી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. જોકે હાલમાં જ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ અને ફરી કોરોનાના કેસના કારણે શાળાઓ બંધ રાખવી પડી. હવે કેસ ઘટતા ફરી શરૂ તો થઈ રહી છે છતાં 30 ટકા બાળકો શાળાએ જવા રાજી નથી.
એજ્યુકેશન એક્સપર્ટ ધવલ પાઠક કહે છે કે, પાછલા બે વર્ષના સમયમાં શાળાઓ ચાલુ હતી ત્યારની શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય. પણ શાળાએ જવાની રૂટિન લાઈફમાં આવતા 10થી 15 દિવસ થશે.
આ ઉપરાંત વિધાર્થીઓની અન્ય બાબતો પર પણ અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, વિધાર્થીઓનું અલગ અલગ વિષયમાં લોન્ગ કવેશચન આન્સરમાં વિધાર્થીઓનું પર્ફોર્મનસ ડાઉન જોવા મળ્યું છે. વિધાર્થીની લખવાની આદત ઘટી ગઈ છે જેથી વૈકલ્પિક MCQ જેવા પ્રશ્નો વિધાર્થીઓ ઝડપથી સોલ્વ કરતા હોય છે. અને આ મુશ્કેલીમાં વધારો થશે જો વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટીસ નહિ રાખે તો.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણ ચાલુ રાખવાથી શિક્ષકોને તો તકલીફ પડે જ છે પણ વિધાર્થીઓને લર્નિંગ લોશ વધારે છે. એક વિદ્યાર્થી 1 મહિનો શાળામાં ઓફલાઇન ભણે અને એજ વિદ્યાર્થી એક મહિનો ઓનલાઈન ભણે તો તે વિધાર્થીમાં સ્પષ્ટ રીતે ઓનલાઇનમાં 35 ટકા પર્ફોર્મનસ ડાઉન થતું હોય છે. ઓનલાઇનમાં વિધાર્થી શિક્ષકને સવાલ નથી પૂછી શકતો. શિક્ષકનું વિદ્યાર્થીઓ પર ધ્યાન નથી રહેતું જેના કારણે વિદ્યાર્થીઓ પેસિવ થઈ જતા હોય છે. આમ શાળાઓ તો ફરી એકવાર શરૂ થઈ રહી છે. પણ વિધાર્થી ને ફરી શિક્ષણ તરફ વાળવા વાલીઓ અને શિક્ષકોની પરીક્ષા બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર