Home /News /madhya-gujarat /ધો.11 વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર, 558 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ધો.11 વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર, 558 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.11 વિજ્ઞાન પ્રવાહની બીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યમાંથી 558 તેજસ્વી તારલાઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 33438 વિદ્યાર્થીઓએ ડી કરતાં પણ નીચો ગ્રેડ મેળવ્યો છે.

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.11 વિજ્ઞાન પ્રવાહની બીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યમાંથી 558 તેજસ્વી તારલાઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 33438 વિદ્યાર્થીઓએ ડી કરતાં પણ નીચો ગ્રેડ મેળવ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.11 વિજ્ઞાન પ્રવાહની બીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યમાંથી 558 તેજસ્વી તારલાઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 33438 વિદ્યાર્થીઓએ ડી કરતાં પણ નીચો ગ્રેડ મેળવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ દ્રિતિય સેમેસ્ટરની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યમાંથી નોંધાયેલા 1,41,090 પરીક્ષાર્થીઓ પૈકી 1,40,090 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 558 એ-1 ગ્રેડમાં, 4610 એ-2 ગ્રેડ, 9538 બી-1 ગ્રેડ, 14,365 બી-2 ગ્રેડ, 21,103 સી-1 ગ્રેડ, 30,385 સી-2 ગ્રેડ તથા 27093 પરીક્ષાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.

ગણિતમાં 65 વિદ્યાર્થીઓના 100

સૌથી વધુ 65 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જ્યારે જીવવિજ્ઞાનમાં 44 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યા છે. તો કેમેસ્ટ્રીમાં 12 અને ફિઝીક્સમાં 8 વિદ્યાર્થીઓએ પુરા ગુણ મેળવ્યા છે. જ્યારે કોમ્પ્યુટરમાં 6 વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે.
First published:

Tags: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત, પરિણામ 2016

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन