Home /News /madhya-gujarat /

2019-2020નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો 10-12 બોર્ડ પરીક્ષાની તારીખો

2019-2020નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો 10-12 બોર્ડ પરીક્ષાની તારીખો

    ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે 2019-2020નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન કુલ 246 દિવસ શૈક્ષણિક કાર્ય થશે. જ્યારે 80 દિવસ રજા રહેશે. માર્ચ 2020ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 5 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. જ્યારે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે.

    પ્રથમ સત્ર 10 જૂન 2019થી 24 ઓક્ટોબર 2019 સુધી 104 દિવસનું રહેશે. જ્યારે 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી 8 દિવસનું નવરાત્રિ વેકેશન રહેશે અને 25 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે. જ્યારે 142 દિવસનું બીજુ સત્ર 7 નવેમ્બરથી શરૂ થઈને 3 મે સુધી ચાલશે. ત્યાર બાદ 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 8 જૂન 2020થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ હવે ગુટલીબાજ શિક્ષકો બચી નહીં શકે, સરકારે લીધો આવો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાનના હસ્તે મોબાઇલ-આધારિત એટેન્ડન્સ સિસ્ટમનો પ્રારંભ કરાયો હતો. કોલેજોમાં નવા સત્રથી મોબાઈલ બેઇઝ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ શરુ કરાતા ગેરહાજર રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર શિક્ષણ વિભાગની સીધી નજર રહેશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: 2020 Calendar, Education Calendar, ગુજરાત શિક્ષણ બોર્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन