ગુજરાત ડ્રોન સ્ક્વોડ : રાજ્યમાં ક્વૉરન્ટીન વિસ્તારોમાં મેડિકલ કીટ પહોંચાડશે ડ્રોન


Updated: April 1, 2020, 2:40 PM IST
ગુજરાત ડ્રોન સ્ક્વોડ : રાજ્યમાં ક્વૉરન્ટીન વિસ્તારોમાં મેડિકલ કીટ પહોંચાડશે ડ્રોન
કોરોના સામે લડવા ડ્રોનની મદદ લેવાશે.

ડ્રોન સ્ક્વોડ : ટોળામાંથી હાઇ બોડી ટેમ્પરેચર વાળી વ્યક્તિને શોધવા, દવાનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ કરાશે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus Threat)નો ખતરો વધી રહ્યો છે ત્યારે કેવી રીતે ટેક્નોલોજીના ઉપયોગથી કોરોનાને મ્હાત કરાશે તે જોવું જરૂરી છે. કોરોના સામેની લડાઈમાં GTUના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલા મોનિટરિંગ ડ્રોન, સ્પ્રેઇંગ ડ્રોન, મેડિકલ ડ્રોન, સ્પીકર ડ્રોનનો ઉપયોગ કરી કોરોના સામે લડાઈ લડવામાં આવશે. કોરોના વાયસર સામેની લડાઈમાં ડોક્ટર્સ, પોલીસ, મીડિયા અને સફાઈકર્મીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે. હવે ગુજરાતના ઇનોવેટર  (Gujarat Innovators)પણ સામે આવી રહ્યા છે. આવા જ એક ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU)ના સ્ટાર્ટઅપે રાજ્યના ડ્રોન ઓપરેટરને એકઠા કરી ડ્રોનના ઉપયોગથી કોરોના સામેની લડાઈમાં સરકારને મદદ કરવા "ગુજરાત ડ્રોન સ્ક્વોડ" (Gujarat Drone Squad )ની રચના કરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી કાર્યરત GTUના સ્ટાર્ટ અપ નિખિલ મેઠીયાએ રાજ્યના ડ્રોન ઓપરેટર્સને સહકાર માટે આગળ આવવા અપીલ કરી હતી. જેમાંથી 350 જેટલા ડ્રોન ઓપરેટર્સ મદદ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે તમામ લોકો હાલ જિલ્લા વાઇઝ પોલીસને વિવિધ વિસ્તારમાં લૉકડાઉનનો ભંગ કરી એકઠા થતા ટોળા સામે મોનિટરિંગ ડ્રોનનો ઉપયોગ કરી મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Coronavirus : વાંકાનેરના કોરોના શંકાસ્પદનું મોત, Covid-19નો રિપોર્ટ બાકી

આ અંગે GTUના સ્ટાર્ટ અપ નિખિલ મેઠીયાએ જણાવ્યું કે, હાલ પોલીસને મોનિટરિંગ ડ્રોનમાં મદદ કરાઈ રહી છે. આ જ રીતે આવનારા દિવસોમાં ક્વોરન્ટીન વિસ્તાર તેમજ જાહેર સ્થળોમાં સ્પ્રેઇંગ ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી જે તે વિસ્તાર અને જગ્યાને ડિસઇન્ફેકટ કરવામાં આવશે. તેવી જ રીતે થર્મલ ડ્રોનની મદદ થી 50 લોકોના ટોળાનું દૂરથી થર્મલ સ્કેનિંગ કરી હાઇ બોડી ટેમ્પરેચર વાળા લોકોને ઓળખી પાડવામાં આવશે.આ પણ વાંચો :  કોરોનાઃ તબલીગી જમાતના કારણે 20 રાજ્યોમાં આવી રીતે વાગી ખતરાની ઘંટડી 

આ જ રીતે મેડિકલ ડ્રોન મારફતે ક્વોરન્ટીન વિસ્તારમાં મેડિકલ કીટ મોકલવાની પણ વ્યવસ્થા કરાઈ છે. આવી જ રીતે સ્પીકર ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેના દ્વારા પોલીસ જે તે વિસ્તરમાં લોકોને ઘરોમાં જ રહેવાનો સંદેશ આપશે. સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં સ્પીકર ડ્રોન દ્વારા પોલીસ લોકોને મનોરંજન પણ પૂરું પાડશે. હાલ સ્પીકર ડ્રોન દ્વારા ઇટલી, સ્પેનમાં લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવે છે.

મહત્વનું છે કે આ સ્ટાર્ટઅપ દ્વારા ડ્રોન સેન્ટ્રલાઈઝ સિસ્ટમ પણ શરૂ કરાશે. જેમાં મુખ્યમંત્રી કે રાજ્ય સરકારના અધિકારીઓ એક સાથે 20 શહેરમાં ડ્રોન ઉડાડી એક ડેશબોર્ડ પર 20 જગ્યાની પરિસ્થિતિ લાઈવ જાણી શકશે. માત્ર ગુજરાત જ નહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા જેવા દેશના અલગ અલગ 11 રાજ્યમાં પણ આ પ્રકારે ડ્રોન સ્ક્વોડની રચના માટે સ્ટાર્ટઅપ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
First published: April 1, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading