રાજ્યમાંથી ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધવા પોલીસ થઈ સતર્ક,15 દિવસ ચલાવશે ડ્રાઈવ


Updated: August 8, 2020, 12:07 PM IST
રાજ્યમાંથી ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધવા પોલીસ થઈ સતર્ક,15 દિવસ ચલાવશે ડ્રાઈવ
રાજ્યના નવા પોલીસ વડા આશિષ ભાટિયા

રાજયના ડીજીપીએ ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો છે.

  • Share this:
ગુજરાત રાજ્યના નવા DGP આશિષ ભાટિયા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને જેમાં અન્ય અધિકારીઓ પણ સામેલ હતા. આ મિટિંગમાં ખાસ કરીને રાજયમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા ખાસ સૂચના આપવામાં આવી હતી.રાજયના ડીજીપીએ ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો છે અને જે ડ્રાઈવ 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલશે.

આ ડ્રાઈવમાં વધુ બાળકો પાછા મળી જાય તે માટે દબાણ પણ કરવામાં આવ્યું છે. આ કામ માટે આમ તો તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે પરંતુ ખાસ જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એએચટીયુ અને સીસીબીને ખાસ સૂચના આપવામાં આવી છે. આ મુહિમમાં ખાસ કરીને ને 0થી 18 વર્ષના બાળકો જે  ગુમ થઈ ગયા છે અથવા જેમનું અપહરણ થયું છે તેવા બાળકોને શોધવા આદેશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 2007થી 2020 સુધી 46,400 બાળકોનું ગુમ અને અપહરણ થયેલા હતા અને જેમાંથી 43,783ને શોધી લેવામાં આવ્યા છે. પરંતુ હાલ પણ 2617 બાળકો હાલ પણ ગુમ છે અને જેમને શોધવા આદેશ આપવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે, અમદાવાદ શહેર, ભરૂચ, સુરત શહેર, દાહોદ,મહેસાણા,ગોધરામાંથી વધુ બાળકો ગુમ થાય છે. આ ડ્રાઈવ બાદ તમામ એજેનસીને  રિપોર્ટ પણ સોંપવાનો રેહશે.

આ પણ વાંચો - આનંદો! સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમમાં પાણીની નવી આવક, આ વર્ષે નહીં રહે પાણીની તંગી

આ પણ જુઓ - 
આશિષ ભાટીયાએ 2006ના અમદાવાદના બોમ્બ બ્લાસ્ટની તપાસની મહત્વપુર્ણ કામગીરી સફળતાપુર્વક પાર પાડી હતી. આરોપીઓને શોધવાથી લઈને તેમની ધરપકડ સુધીનું માઈક્રો પ્લાનીંગ તેમણે કર્યું હતું. સહેજ પણ ઉશ્કેરાયા વગર મેરેથોન પુછપરછ કરીને આરોપીના પેટમાંથી સત્ય બહાર કાઢવાની તેમનામાં આવડત છે તે સિવાય ભાટીયા બે અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

આ પણ વાંચો - કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે
Published by: Kaushal Pancholi
First published: August 8, 2020, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading