Home /News /madhya-gujarat /

ડ્રાઇવ-થ્રૂમાં 1000 રૂપિયાની રસી અંગે નીતિન પટેલ અજાણ! કહ્યું- 'સરકાર સાથે વાત થઇ છે કે નહીં તે નથી ખબર'

ડ્રાઇવ-થ્રૂમાં 1000 રૂપિયાની રસી અંગે નીતિન પટેલ અજાણ! કહ્યું- 'સરકાર સાથે વાત થઇ છે કે નહીં તે નથી ખબર'

ગુજરાત સરકારે પ્રથમવાર મોદી સરકારના નિર્ણયની અવગણના કરી હોય તેવો ઘાટ સજર્યો છે.કેન્દ્ર સરકારે ઓન સ્પોટ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશ?

ગુજરાત સરકારે પ્રથમવાર મોદી સરકારના નિર્ણયની અવગણના કરી હોય તેવો ઘાટ સજર્યો છે.કેન્દ્ર સરકારે ઓન સ્પોટ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશ?

કોરોનાની રસીના એક હજાર રૂપિયા લેવામાં આવતા અમદાવાદવસીઓમાં ચર્ચા છે લોકો સરકાર પર મીમ્સ બનાવી રહ્યા છે અને મેસેજ પણ ફરતા થયા છે કે સરકારે કમળની છાપ લગાવીને વેક્સિન આપવી હોય તો વાંધો નથી પણ મફતમાં વેક્સિન આપે. આ આવશે લોકો ની નારાજગી સ્પષ્ટ થાય છે.  કેન્દ્ર સરકાર રસી આપે છે જ્યારે બીજી તરફ રસીના એક હજાર રૂપિયા લેવામાં આવે છે જે નિર્ણય આયોગ્ય છે.

લોકો સ્પષ્ટ કહે છે કે જો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે એક હજાર રૂપિયા હોય તો તે રસી નહિ પેટ ભરવાનું પસંદ કરે. જેથી સરકારે રસી મફતમાં આપવી જોઈએ. આ વચ્ચે અમદાવાદમાં એસ જી હાઇવે પરના બ્રિજની સમીક્ષા કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે, આ મુદ્દે તેઓ અજાણ છે. રૂપિયા 1000 માં રસીનો ભાવ જીએમડીસી માં એપોલોને ડ્રાઇવ થ્રુ વેક્સીનેશનની પરવાનગી આ તમામ નિર્ણય માટે અમદાવાદ મહા નગર પાલિકા અને સરકાર વચ્ચે સંકલન થયું છે કે કેમ. શું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે ? આ નિર્ણય અંગે તેઓ જાણતા નથી.

મને નથી ખબર : નીતિન પટેલ

કેન્દ્ર સરકારે ઓન સ્પોટ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની છૂટછાટ આપ્યા છતાં ગુજરાત સરકારે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશનને માન્યતા આપી છે. બીજી તરફ સરકારે પ્રથમવાર મોદી સરકારના નિર્ણયની અવગણના કરી હોય તેવું પણ લાગે છે. આજે એએમસીએ ખાનગી હોસ્પિટલના સહયોગથી ડ્રાઈવ થ્રુ વેક્સિનમાં ઓનધસ્પોટ રજિસ્ટ્રેશનની છૂટછાટ આપી છે. ત્યારે સરકારની આ નીતિ અસ્પષ્ટ છે. મફતમાં ડ્રાઈવ થ્રુ બંધ કરીને ખાનગી હોસ્પિટલને વેપાર કરવો હોય તો ડ્રાઈવ થ્રુની મંજૂરી જે ગુજરાત સરકારમાં હોતા હૈ ચલતા હૈ, ની જેમ નીતિન પટેલે પણ સીએમ રૂપાણીની પરમીશન લીધી હોય તો મને ખબર નથી એમ કહીને હાથ ઉપર કરી લીધા છે.

તેમણે  આ અંગે મીડિયા સમક્ષ વાત કરી છે કે, 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી સાથે કોઇ પરામર્શ કરવામાં આવ્યો છે કે નહીં તે બાબતની માહિતી મારી પાસે નથી તેથી હું આ અંગેની વિગત નહીં આપી શકું. રાજ્યનાં આરોગ્યમંત્રી તરીકે હું ચોક્કસ કહીશ કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક વ્યક્તિઓને વેક્સિનેશન આપવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આપણે ત્રણ કરોડ રસીનો ઓર્ડર આપી દીધો છે.'



શું છે નિર્ણય ?

આજથી વેક્સિન માટે  અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે. જે માટે એપોલો હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી છે. આ માટે પહેલા કોર્પોરેશન સાથે મળીને નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ રાતો રાત કોર્પોરેશનના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા. આ વેક્સિન 18થી 44 વર્ષના લોકો માટે છે. તેમને રસી લેવા માટે  વહીવટી ચાર્જ પેટે એક હજાર રૂપિયા ચૂકવવા પડશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Apollo Hospital, Corona vaccine, Deputy cm Nitin Patel, એએમસી`, ગુજરાત

આગામી સમાચાર