Unlock બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં 470 નવા કેસ, 33 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: June 9, 2020, 7:58 PM IST
Unlock બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં 470 નવા કેસ, 33 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

જોકે, આજે એક સાથે 409 દર્દીઓએ કોરોનાને ધોબી પછાડ આપી અને હૉસ્પિટલમાંથી રજા મેળવી.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં અચનાક વધારો જોવા મળ્યો છે. જૂનમાં દેશ અનલૉક થયા બાદ લોકો બહાર નીકળી રહ્યા છે. દરેક વ્યક્તિે આર્થિક પ્રવૃતિને વેગ આપવા માટે કામ કરવું અનિવાર્ય છે. આ સ્થિતિમાં હવે કોરોનાના કેસ રાજ્યમાં 400 કરતાં વધુ આવી રહ્યા છે. આજે પણ છેલ્લા 24 કલાકનો આંકડો કઈક આવો જ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 470 નવા દર્દી નોંધાયા છે. જોકે, તેની સામે 409 દર્દીઓઓએ કોરોનાને માત આપી છે. આ બધાની વચ્ચે રાજ્યમાં કોરોનાના કારણે મોતની સંખ્યા પણ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 દર્દીઓનાં મોત થયા છે.

દરમિયાન રાજ્યમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 1, ભાવનગરમાં 3, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 2, અરવ્લીલમાં 1, સાબરકાંઠામાં 5, આણંદમાં 4, પંચમહાલમાં 3, પાટણમાં 3, કચ્છમાં 1, ખેડામાં 3, ભરૂચમાં 2, વલસાડમાં 2, જૂનાગઢમાં 1, નવસારીમાં 1, અમરેલીમાં 3 એમ કુલ 470 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં વધુ 63ને ચોંટ્યો Corona, જાણો કયા વિસ્તારમાં વકર્યો કોરોના?

33નાં મોત કુલ 1313 મૃત્યુ થયા

રાજ્યમાં આજે દર્દીઓના દુખદ અવસાન થયા છે. કોરોના વાયરસે ગુજરાતમાંથી અત્યારસુધીમાં 1313 દર્દીનો ભોગ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 27, સુરતમાં 2, અરવલ્લી અને પંચમહાલમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસ અંગે આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધારદાર સવાલો પૂછ્યા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : કોરોના કાળમાં ટ્યૂમરના દર્દીએ 380 કિમીની સફર કરી, સિવિલના 'દેવદૂતો'એ દર્દમાંથી ઉગાર્યાસારા સમાચાર 409 દર્દીઓ સાજા થયા

દરમિયાન સારા સમાચાર એ છે કે રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં 248 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદમાં 248, વડોદરામાં 64, છોટાઉદેપુરમાં , બનાસકાંઠામાં 6, મહેસાણામાં 5, નવસારીમાં 5, ખેડામાં 3, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમરેલીમાં 2, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 2, આણંદમાં 1, જૂનાગઢ 1, કચ્છમાં 1, પાટણ 1, વલસાડમાં 1 દર્દી મળીને 409 દર્દી સાજા થયા છે.
First published: June 9, 2020, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading