રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર, અમદાવાદમાં કેસ ઘટ્યાં, સુરતમાં વધ્યાં

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર, અમદાવાદમાં કેસ ઘટ્યાં, સુરતમાં વધ્યાં
પોઝિટિવ કેસમાં સતત વધારો.

કોરોના વાયરસને પગલે રાજ્યમાં વધુ છ લોકોનાં મોત, રાજ્યમાં અત્યાર સુધી કુલ 76 દર્દીનાં મોત થયા.

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus Gujarat Updates)નો કહેર ચાલુ જ છે. મંગળવારે સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના નવા 127 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 2,066 કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બે હજારને પાર થઈ ગઈ છે. સાથે જ કોરોના વાયરસને કારણે રાજ્યમાં 6 નવા  મોત થયા છે. આજે સુરત (Surat) શહેરમાં એક સાથે 69 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા ઘટી છે.

  કયા જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ  મંગળવારે જે 127 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાંથી 50, સુરતમાં 69, અરવલ્લીમાં 1, ગીર-સોમનાથમાં 1, ખેડામાં 1, રાજકોટમાં 2, વલસાડમાં 2 અને તાપીમાં એક કેસનો સમાવેશ થાય છે.

  અત્યાર સુધી કોરોનાની સ્થિત :

  રાજ્યમાં અત્યાર સુધી કુલ 2066 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 19 લોકો હાલ ક્રિટિકલ છે. જ્યારે 1,839 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધી કુલ 131 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 77 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.

  લેબોરેટરી ટેસ્ટની વિગત

   

  ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 3,339 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 215 કેસ પોઝિટિવ આવ્યા હતા અને 3,124 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,543 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2,066 પોઝિટિવ આવ્યા છે અને 33,477 નેગિટિવ આવ્યા છે.

  છ લોકોનાં મોત

  મંગળવારે નવ વાગ્યા સુધી છ નવા મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પાંચ અને ભાવનગરમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી ત્રણ વ્યક્તિ અન્ય કોઈ બીમારીથી પીડાતી હતી.

  ત્રણ જિલ્લામાં સૌથી વધારે કેસ

  કોરોના પોઝિટિવ મામલે ટોપ ત્રણ જિલ્લાની વિગત જોઈએ તો સૌથી વધારે 1,298 પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાંથી 43 લોકોનાં મોત થયા છે અને 49 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં કુલ 338 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10 લોકોનાં મોત થયા છે અને 11 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વડોદારમાં અત્યાર સુધી કુલ 188 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 7 લોકોનાં મોત થયા છે અને આઠ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

  20મી એપ્રિલ સુધીની સ્થિતિ

  20મી એપ્રિલ સાંજા પાંચ વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1939 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ 71 મોત નોંધાયા હતા, તેમજ 131 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 19 લોકો વેન્ટીલેટર પર હતા અને 1718 લોકોની હાલત સ્થિર હતી.
  Published by:News18 Gujarati
  First published:April 21, 2020, 11:14 am

  ટૉપ ન્યૂઝ