રાજ્યમાં કોરોનાના ફરી વળતા પાણી, 24 કલાકમાં 988 નવા કેસ, 1209 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના ફરી વળતા પાણી, 24 કલાકમાં 988 નવા કેસ, 1209 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો

રાજ્યમાં 1000 કેસની નીચે ગગડતો પોઝિટિવ કેસનો આંકડો, રાહતના સમાચાર વચ્ચે મોતની સંખ્યામાં ઘટાડો

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં દિવાળી પછી ફરી કોરોનાના કેસ (coronavirus cases in Gujarat) વધ્યા હતા ત્યારે તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું હતું અને કેસને ઓછા કરવા માટે અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. દરમિયાન આ અસરના પગલે અમદાવાદમાં કેસ ઘટતા રાજયનો 24 કલાકના કેસનો આંકડો ઘટ્યો છે. આજે રાજ્યમાં 22મી ડિસેમ્બરે 988 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે 7 દર્દીનાં મોત થયા છે. જ્યારે તેની સામે કુલ 1209 દર્દી સાજા થઈને ઘરે ગયા છે.

    રાજ્યમાં અમદાવાદમાં 209, સુરતમાં 160, વડોદરામાં 137, રાજકોટમાં 133, ખેડામાં 32,પંચમહાલમાં 24, દાહોદમાં 23, ગાંધીનગરમાં 33, જામનગરમાં 27, ભાવનગરમાં 15, કચ્છમાં મહીસાગરમાં 13-13, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 10 કેસ નોંધાયા છે.



    જ્યારે આણંદ, મોરબી, નર્મદા, પાટણમાં પ્રત્યેક જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાં 15, ગીરસોમનાથમાં 7, અરવલ્લીમાં 5, વલસાડમાં 4, બોટાદમાં અને દેવભૂમિ દ્વારકામાં 3-3 કેસ નોધાયા છે. દ્યારે નવસારીમાં 3, છોટાઉદેપુરક અને તાપીમાં 2-2 કેસ નોંધાયા છે જ્યારે તાપીમાં 2 અને પોરબંદરમાં 1 કેસ મળી અને કુલ 988 કેસ નોંધાયા છે.

    રાજ્યમાં હાલમાં કુલ 11397 કેસ એક્ટિવ છે જ્યારે 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 11333 કેસ સ્ટેબલ છે દ્યારે 2,21,602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4248 દર્દીઓનાં મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં અમદાવાદમાં5, બોટાદામાં અને સુરતમાં 1-1 મળીને કુલ 7 દર્દીનાં મોત થયા છે. ગુજરાત રાજ્યનો કોરોના સામે રિકવરીનો દર 93.41 ટકાએ પહોંચ્યો છે.

    આ પણ વાંચો :   સુરત : કપાતર દીકરાએ સગા બાપની જ હત્યા કરી, પોલીસે ફરાર પુત્રને 24 કલાકમાં પકડી પાડ્યો

    અમદાવાદ એરપોર્ટ પર લંડનની ફ્લાઇટમાં આવેલા 271 વ્યક્તિમાંથી 4 કોરોના પોઝિટિવ, તંત્રની આશંકા સાચી ઠરી

    બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે.જેને લઈ બ્રિટન સરકારે (UK Coronavirus Strain) ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.આજે અમદાવાદ એરપોર્ટ થી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.તો લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી હતી.

    લંડનથી ફ્લાઈટમાં 249 પ્રવાસીઓ અને 22 એરલાઇન્સનો સ્ટાફ આવ્યા હતા.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા હતા. જોકે, આ મુસાફરોમાંથી 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે.

    આ પણ વાંચો :  જામનગર : મચ્છુ માતાજીના દર્શને જતા ભરવાડ પરિવારનો અકસ્માત, ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, મંગળવાર બન્યો અમંગળ

    પોઝિટિવ આવેલા મુસાફરો પૈકીના 4 મુસાફરો ગુજરાતી છે જ્યારે બ્રિટિશન નાગરિક છે. તંત્ર દ્વારા તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરી અને તેમને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. જોકે, આ પૈકી 5 પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે. એક બાજુ સરકારે યુકે સાથે 31મી ડિસેમ્બર સુધી ફ્લાઇટ વ્યવહાર બંધ કરી દીધો છે જેના પગલે ડરનો માહોલ છે.
    Published by:Jay Mishra
    First published:December 22, 2020, 20:03 pm

    ટૉપ ન્યૂઝ