Home /News /madhya-gujarat /અમદાવાદમાં કોરોનાએ ચિંતા વધારી: રાત્રિ કર્ફ્યૂ હટશે કે નવા નિયમો આવશે?

અમદાવાદમાં કોરોનાએ ચિંતા વધારી: રાત્રિ કર્ફ્યૂ હટશે કે નવા નિયમો આવશે?

ફાઇલ તસવીર.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની નવી લહેર જોવા મળી છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

  અમદાવાદ: રાજ્યમાં લગ્નની સિઝન (Marriage season) અને ચૂંટણી (Gujarat local body polls 2021) પૂરી થયા બાદ કોરોનાના કેસ (Coronavirus cases) ઉત્તરોત્તર વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ અને સુરતમાં માંડ માંડ સ્થિતિ સામાન્ય થઈ હતી ત્યારે આ બે શહેરમાં કોરોનાએ ફરીથી ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન આજે નાઇટ કર્ફ્યૂનો અંતિમ દિવસ છે. કાલથી નાઇટ કર્ફ્યૂ હટી જશે કે નવા નિયમો લાદવામાં આવશે તે અંગે આજે ગમે ત્યારે નવી જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોનાની નવી લહેરને કારણે ચિંતા વધી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વિવિધ બજારો, મોલ્સ, હોટેલ્સને બંધ કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઇટ કર્ફ્યૂનો અમલ ચાલી રહ્યો છે.

  અમદાવાદમાં કેસમાં સતત વધારો:

  અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની નવી લહેર જોવા મળી છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ 48 માઇક્રો કન્ટેનમેન્ટ જોન થયા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો હાલ કોરોના વાયરસના કુલ 518 સક્રિય કેસ નોંધાયેલા છે. શહેરમાં અત્યારસુધી કુલ 60,383 કેસ નોંધાયા છે, જ્યારે 2,266 લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો: બનાસકાંઠા: હોળી પહેલા ખેડૂતોની 'હૈયાહોળી', ચરમી રોગથી પરેશાન થઈને જીરાના પાકની કરી 'હોળી' 

  AMCની કડક કાર્યવાહી

  કોરોનાના કેસ વધતા એએમસી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર તરફથી કોમર્શિયલ મોલ્સને રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરી દેવાના મૌખિક આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત ખાણીપીણીના બજારોને પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાના આદેશ આપી દેવાયા છે. જોકે, આ અંગે કોઈ અધિકારિક રીતે આદેશ અપાયો નથી. આજે કર્ફ્યૂનો અંતિમ દિવસ છે ત્યારે સરકાર તરફથી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવી શકાય છે. આ ઉપરાંત બજાર, મોલ્સ, ખાણી-પાણી બજારો, રેસ્ટોરન્ટ્સ વગેરેને વહેલા બંધ કરાવવા માટેના આદેશો પણ કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો: 22 વર્ષીય મહિલા ચોથા માથેળી નીચે પડી, આરોપી આ મહિલાને ખભા પર ઊંચકીને ભાગતો દેખાયો

  રાજ્યમાં કોરોના અંગે રવિવારે જાહેર થયેલા આંકડા

  રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 810 કેસ નોંધાયા છે. જેની સામે 586 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,424 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.82 ટકા છે. અત્યાર સુધીમાં 19,77,802 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 5,00,635 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: આ વર્ષે કેવું રહેશે ચોમાસું? વર્તમાન સ્થિતિને જોતા નિષ્ણાતોએ રજૂ કર્યું અનુમાન
  " isDesktop="true" id="1079818" >

  આ પણ વાંચો:  Alert: પહેલી એપ્રિલથી નહીં ચાલે આ 8 બેંકોની જૂની ચેકબુક, જાણો કારણ

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 165, સુરતમાં 241, વડોદરામાં 117, રાજકોટમાં 70, ભાવનગરમાં 29, મહેસાણામાં 18, ખેડા, પંચમહાલમાં 17-17, આણંદ, ગાંધીનગરમાં 16, મોરબીમાં 13-13, દાહોદ, પાટણમાં 10-10 સહિત કુલ 810 કેસ નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદર એમ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બે દર્દીના મોત થયા છે તેમાં એક મોત અમદાવાદ અને એક ખેડામાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 153, સુરતમાં 142, વડોદરામાં 81, રાજકોટમાં 73, કચ્છ, આણંદમાં 26-26, ગીર સોમનાથમાં 12 સહિત કુલ 586 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 4,422 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4,368 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2,69,361 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Local Body Polls, Lockdown, Marriage, Night Curfew, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन