રાજ્યમાં Vaccine પહેલાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં 698 નવા કેસ

રાજ્યમાં Vaccine પહેલાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં 698 નવા કેસ
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, 3 દર્દીનાં મોત. જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

  • Share this:
    અમદાવાદ : આજે રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 698 કેસ નોંધાયા છે. એક બાજુ વેક્સીનના ડ્રાય રનની (Dry Run of Vaccine) તૈયારીઓ ચાલીરહી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કોરોનાને ડામી દેવામાં સફળ રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દી સાજા પણ થયા છે જ્યારે 24 કલાકમાં 3 દર્દીનાં જ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,34 5578 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 144, સુરતમાં 102, વડોદરામાં 130, રાજકોટમાં 64, દાહોદમાં 26, નર્મદામાં 15, ગાંધીનગરમાં 24, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગરમાં 15, જૂનાગઢમાં 18, આણંદમાં 9, બનાસકાંઠામાં 9, પંચમહાલમાં 8, સુરેન્દ્રનગરમાં 7, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 6, ગીરસોમનાથમાં 5, મહીસાગરમાં 4, તાપીમાં 4, અમરેલીમાં , નવસારી, અરવલ્લીમાં 3-3, બોટાદ, છાટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, વલસાડમાં 1 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો : અમદાવાદ : કોરોનાના ભુક્કા બોલાવતી Vaccineનો સંગ્રહ કરવા મદદરૂપ થશે GTUનું આ ફ્રિજ, 15,000 ડોઝ સાચવી શકાશે

    રાજ્યમાં હાલમાં 9047 કેસ એક્ટિવ છે અને સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 60 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8986 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,34, 558 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4321 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2, સુરતમાં 1 મળીને કુલ 3 દર્દીનાં મોત થયા છે.

    નવા સ્ટ્રેનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 38 થઈ: સ્વાસ્થ્ય મંત્રાલય

    બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Strain of Coronavirus)થી પીડિત દર્દીઓની સંખ્યા દેશમાં ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમામે દેશમાં સોમવાર સુધી દેશમાં 38 દર્દી કોરોનાના નવા સ્ટ્રેનનો શિકાર બન્યા છે. નવો સ્ટ્રેન મળ્યા બાદ કેન્દ્ર સરકારે બ્રિટન (Britain) સાથેના હવાઇ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કોરોનાની નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ મામલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વિશેષ કાળજી રાખવાની સલાહ આપી છે.

    કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી તૈયારી, 20 મંત્રાલય, 23 વિભાગ નિભાવશે અગત્યની ભૂમિકા

    ગયા વર્ષે 27 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ ખતરનાક વાયરસની ઝપટમાં દેશના એક કરોડથી વધુ લોકો આવી ચૂક્યા છે. પરંતુ હવે સારા સમાચાર આવી રહ્યા છે. DCGIએ કોરોનાની બે વેક્સીન- કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. વેક્સીનેશનનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

    આ પણ વાંચો :  સુરત : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! એક વર્ષનો બાળક રમતાં રમતાં બેટરીનો સેલ ગળી ગયો, સિવિલના તબીબોએ બહાર કાઢ્યો

    પરંતુ દેશની 130 કરોડની વસ્તીને વેક્સીન આપવી મોટો પડકાર છે. જેથી તેના માટે મોદી સરકારે યુદ્ધ સ્તર પર તૈયારીઓ પૂરી કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr Harsh Vardhan)એ જણાવ્યું કે વેક્સીનેશન માટે ચૂંટણીની જેમ બૂથ સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારે તેના માટે 20 મંત્રાલય અને 23 વિભાગોને તૈનાત કર્યા છે.
    Published by:Jay Mishra
    First published:January 04, 2021, 19:43 pm

    ટૉપ ન્યૂઝ