રાજ્યનાં 792 દર્દીઓની ઉત્તરાયણ સુધરી, કોરોનાને મ્હાત આપી ઘરે ગયા, 583 નવા કેસ

રાજ્યનાં 792 દર્દીઓની ઉત્તરાયણ સુધરી, કોરોનાને મ્હાત આપી ઘરે ગયા, 583 નવા કેસ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં વેક્સિનેશન પહેલાં જ 95.44 ટકા દર્દીઓના રિકવરી રીટે સાથે રાજ્યમાંથી કોરોના અટકાવવામાં સફળતા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ સતત ઘટી રહ્યા છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અને અન્ય જાહેર કાર્યક્રમો પહેલાં જ રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. રાજ્યમાં 13મી જાન્યુઆરીની સાંજે 583 નવા કેસ નોંધાયા છે જ્યારે 792 દર્દીઓ સાજા થઈને ઘરે જતા તેમની ઉત્તરાયણ સુધરી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,42, 164 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વેક્સિનેશનના 3 દિવસ પૂર્વે 95.44% થયો છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 116, સુરતમાં 98, વડોદરામાં 107, રાજકોટમાં 84, આણંદમાં 16, જામનગરમાં 17, કચ્છમાં 12, મહેસાણામાં 12, અમરેલીમાં 10, ભાવનગરમાં 11, ખેડામાં 9, ગાંધીનગરમાં 17, જૂનાગઢમાં 16, મોરબીમાં 6, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 5, ગીરસોમનાથમાં 5, સુરેન્દ્નનગરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 4, નર્મદામાં 4, છોટાઉદેપુક, દાહોદ, પાટણ, તાપીમાં પ્રત્યેક જિલ્લામાં 2, તાપીમાં 1, મહિસાગર, પોરબંદર, વલસાડમાં 1 મળીને કુલ 583 નવા કેસ નોંધાયા છે.  આ પણ વાંચો : અમરેલી : PSIને ગરીબ મહિલાઓ પર લાઠીઓ વરસાવી ભારે પડી, Video Viral થતા સસ્પેન્ડ

  રાજ્યમાં ઉત્તરાયણની આગલી સાંજે હજુ 7226 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ પૈકીના 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7170 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,42,164 દર્દીઓ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે જ્યારે 4354 દર્દીઓનાં મોત થયા છે. આ પૈકીના બે દર્દીઓ આજે અમદાવાદમાં 1 પંચમહાલમાં અને એક સુરત શહેરની હદમાં મૃત્યુ પામ્યા છે.

  શાળાઓ શરુ થયા બાદ જામનગરમાં ધો.12ની વિદ્યાર્થિની થઈ corona સંક્રમિત

  કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, મહિનાઓ બાદ 11મી જાન્યુઆરીથી ગુજરાતની શાળોઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા લાગ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને કોરોના થવાનો ભય વાલીઓમાં જોવા મળે છે. શાળાઓ શરૂ થયા બાદ જામનગરમાં ધોરણ 12ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

  આ પણ વાંચો : જામનગર : ગર્લફ્રેન્ડના અશ્લીલ Videoનો વિચિત્ર બદલો લીઘો, મેડિકલના વિદ્યાર્થિઓનાં 500 લેપટોપ ચોર્યા

  મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જોડિયાના હુન્નર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભરાટ મચી ગયો હતો. જોકે, જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હુન્નર શાળાનું શિક્ષણ કાર્ય એક સપ્તાહ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.
  Published by:Jay Mishra
  First published:January 13, 2021, 20:08 pm