દિવાળીનું (Diwali) વેકેશન આવે એટલે ગુજરાતીઓ ગુજરાત (Gujarat) બહાર જવાનું પસંદ કરે પરંતુ આ વર્ષે કોરોના વાયરસને (coronavirus) કારણે દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓ ગુજરાત અને રાજસ્થાનમાં જ ફરતાં જોવા મળ્યા છે. આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ 80 ટકા જેટલું બુકિંગ થયું હતુ. આ વખતે ગુજરાતીઓ માટે ફેવરિટ લોકેશન (favorite travel locations) કયા રહ્યા તે આપણે જોઇએ.
ગુજરાતનાં કચ્છમાં આવેલું રણોત્સવ, જયાં છે આપણી ભાતીગળ સંસ્કૃત્તિ, ગુજરાતનાં ભરુચમાં આવેલું કેવડિયા જ્યાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજાધિરાજનું દ્રારકા મંદિર અને દેવોના દેવ મહાદેવનું સ્થાન સોમનાથ તો બીજી તરફ ગુજરાતમાં સાવજની ગર્જનાથી ધબકી રહ્યું છે સાસણગીર, ગુજરાતીઓ માટે આ પાંચ સ્થળ એટલા મહત્વના છે કે, દિવાળીમાં ગુજરાતીઓએ આ પાંચેય સ્થળની મુલાકાત લીધી છે.
ગુજરાતીઓએ નજીકનાં પર્યટન સ્થળો પર ઉતારી પસંદગી
દિવાળી વેકેશનમાં ફરવાનો ટ્રેન્ડ છે ત્યારે આ વર્ષે ગુજરાતીઓ દૂર જવાને બદલે નજીકના પર્યટન સ્થળ પર જવાનું વધારે પસંદ કર્યુ છે. આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે જયાં લોકો રાજસ્થાનમાં ઉદયપુર કુંભલગઢને વધારે પસંદ કર્યુ છે. આ વર્ષે દૂરના સ્થળોને બદલે સ્થાનિકો ખાનગી વાહનો અથવા તો ટુર ટ્રાવેલ્સ દ્રારા બહાર જવાનું પસંદ કરી રહ્યા છે. હાલ કચ્છ રણોત્સવ, દ્રારકા, સોમનાથ, ટેન્ટ સીટી, કેવડિયા, સાસણગીર સાપુતારાની વધારે ડિમાન્ડ છે.
આ અંગે વાતચીત કરતાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી મનીશ શર્મા જણાવે છે કે, નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં કચ્છ રણોત્સવ માટે સૌથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યા છે. લોકો દિવાળી બાદ વધારે જવાનું પસંદ કરે છે તો ઘણાં લોકોએ લાભપાંચમ સુધી ગુજરાત બહાર એન્જોય કરે છે.
ગુજરાતીઓએ સૌથી વધુ ક્યાં બુકિંગ કરાવ્યું?
કોરોનાને કારણે અત્યાર સુધી 15થી 22 નવેમ્બર સુધી સૌથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે જેમાં ગુજરાતની સાથે લોકો રાજસ્થાનનાં વિવિધ સ્થળો પણ પસંદ કરી રહ્યા છે. જેમાં ખાસ જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુર જેવાં સ્થળો લોકોની પસંદ બની રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં કચ્છ રણોત્સવમાં આશરે 1800 લોકોએ બુકિંગ કરાવ્યું છે, જ્યારે દ્રારકા સોમનાથ માટે 3000, ટેન્ટસીટી કેવિડયા માટે 6500, જયારે સાસણગીર માટે 2500 લોકોએ બુકિંગ કરાવ્યું છે. જેને લઈને હાલ તમામ હોટલ્સનું ફુલ બુકિંગ થઈ ગયું છે.
આ અંગે ટ્રાવેલ એન્ડ ટુર્સ ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ મહેશભાઈના કહેવા પ્રમાણે ગુજરાતમાં 150 કરોડનું નુકશાન થયું છે એ સિવાય એક પણ ઈન્ટરનેશનલ બુકિંગ નથી થયું પરંતુ બિઝનેસ હવે ધીરે ધીરે તેજીમાં આવવા લાગ્યો છે.
" isDesktop="true" id="1047378" >
ગુજરાત બહાર 20 ટકા બુકિંગ
આ વર્ષે ફ્લાઈટ્સ અને ટ્રેનની સુવિધા ઓછી હોવાને કારણે ઉત્તરાખંડ, કેરાલા હિમાચલ જેવાં રાજ્યોમાં ટુરિસ્ટ સ્થળોનું બુકિંગ માત્ર 20 ટકા જેટલું જ થયું છે.જયારે ધાર્મિક સ્થળો સાથે બીચ પર મજા માણવા લોકો સોમનાથ, દ્રારકા પર પહેલી પસંદગી ઉતારી રહ્યા છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર