ગુજરાતમાં Coronaની કથળેલી સ્થિતિ મુદ્દે સરકારનું સોગંધનામું, જુઓ - સરકારનું શું કહેવું છે?

ગુજરાતમાં Coronaની કથળેલી સ્થિતિ મુદ્દે સરકારનું સોગંધનામું, જુઓ - સરકારનું શું કહેવું છે?
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ (ફાઈલ ફોટો)

જુઓ - રાજ્યમાં હોસ્પિટલમાં બેડની અછત, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત, ઓક્સિજન-વેન્ટીલેટરની અછત તથા કરફ્યૂ - લોકડાઉન વિવિધ મદ્દે સરકારે જવાબો રજુ કર્યા

  • Share this:
ગાંધીનગર : કોરોનાની (Coronavirus) કથળેલી સ્થિતિ મુદ્દે કોર્ટે સુઓમોટો લીધેલી અરજીમાં રાજય સરકારે (Gujarat Govt) સોગંદનામું કર્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ (Gujarat State Chief Health Principal Secretary) જયંતિ રવિ (Jayanti Ravi)એ 61 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. આ સોગંધનામામાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજય સરકારે દાવો કર્યો છે.

સરકારનું કહેવું છે કે, રાજ્ય દર્દી માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. અમદાવાદની 142 હોસ્પિટલમાં 6283 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો છે. તો ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20% રિઝર્વ કરેલા બેડના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ચૂકવશે. આ સિવાય અમદાવાદમાં 900 બેડની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં ઉભી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તો મોરબીમાં સાડા પાંચસો બેડની ૨ કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે.



Remdesivir ઇન્જેક્શન મુદ્દે રાજ્ય સરકારનો જવાબ

ઇન્જેક્શનની માંગ ઘટતા ઉત્પાદન ઘટાડયું હતું, ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઇન્જેક્શનનો જથ્થો પાંચથી દસ ટકા જેટલો જ ઉત્પાદિત થતો હતો. ઉત્પાદકોના ઉત્પાદન વધારવા માટે તેમજ કેન્દ્ર સરકારને પણ હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે. remdesivir ઇન્જેક્શનના ભાવ ઘટાડવા માટે પણ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ એજન્સીને સરકારે રજૂઆત કરી હોવાનો સોગંદનામા પર દાવો કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે, ઇન્જેક્શનના કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન મળી રહે એ માટેની વ્યવસ્થા તમામ જિલ્લાઓમાં ઉભી કરવામાં આવી છે.

ઓક્સિજન અછત માટે શું કહ્યું?

17 એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને રાજ્યમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો સો ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે મળશે. ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 900 મેટ્રિક ટનથી વધારીને 1100 મેટ્રિક ટન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Remdesivir અછતનો મામલો : GMCLએ રેમડેસિવર વહેંચવાની સત્તા હવે તમામ જિલ્લાના કલેક્ટરને સોંપી

કરફ્યૂ મામલે પણ જણાવાયું

સરકારે સોગંધનામામાં જણાવ્યું છે કે, નાઈટ curfew, સ્વયંભૂ બંધ માટેની અપીલ, 50% સ્ટાફ સાથે કામગીરીના નિર્ણય લેવામાં આવ્યા છે. તો લગ્ન અને મૃત્યુના કિસ્સામાં 50 લોકોની સંખ્યાનો નિર્ણય અને મેળાવડા ઉપર પ્રતિબંધના નિર્ણયની પણ કોર્ટને જાણ કરાઈ છે. રાજ્ય સરકારના સોગંદનામામાં વિકેન્ડ કરફ્યુ લાદવાનો કોઈ વિચાર નથી કરાયો. તો Lockdown માટે પણ રાજ્ય સરકારની કોઇ વિચારણા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેવામાં રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હૉસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી હતી. આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે આદેશ આપ્યો છે. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં સુઓમોટો નોંધ લીધી છે. જેમાં સુઓમોટો લેતાં હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની સુનાવણી હાથ ધરી હતી.

ગુજરાત હાઇકોર્ટે સરકારને કરેલી ટકોર

>> હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા જણાવ્યું કે, ભારતમાં પ્રતિદિન 1,75,000 રેમડેસિવીર વાયલની જરૂરિયાત છે. જ્યારે ગુજરાત સરકાર એક જ દિવસમાં 30 હજાર જ મેળવે છે. રેમેડેસિવીર ઈન્જેક્શનની આવશ્યક્તા સામાન્ય સંજોગોમાં હોતી નથી. આમ છતાં હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમેડેસિવીરનો આગ્રહ રાખે છે.
રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમેડેસિવીર ઈન્જેક્શનના ભાવ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને પણ ઈમરજન્સીમાં ઈન્જેક્શન મળી રહે છે.

>> આ સિવાય ધનવંતરી અને સંજીવની એમ્બ્યુલન્સ દ્વારા ડોક્ટરો અને હેલ્થ વર્કરની ટીમો પણ ઘરે-ઘરે જઈને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર યોગ્ય રીતે કામ કરી રહી છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

>> હાઈકોર્ટે આજની સુનાવણીમાં ગુજરાત સરકારને વિવિધ મુદ્દે ખખડાવી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીને કહ્યું કે, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને પણ સૂચનો કર્યાં કે, લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર 50 લોકોને પરવાનગી આપો. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં કરફ્યૂનો અમલ નથી થતો. વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક્યાંય નથી થતું. જે લોકો સ્વયભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતા ઘણા હોશિયાર છે. આ સાથે સરકાર નાના વેપારીઓના ધંધા વ્યવસાયને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખે.

>> કોર્ટે વધુમાં નોંધ્યું કે, ઓક્ટોબર સુધી સ્થિતિ કંટ્રોલમાં હતી. દિવાળી બાદ સતત કેસ વધ્યા. કેમ અજાણ રહ્યા કે રાજ્યમાં હવે બીજી લહેર આવી ગઈ છે. શા માટે સરકારે માની લીધું કે, કોરોના હવે જતો રહ્યો છે, શા માટે ખાનગી હૉસ્પિટલના બેડ સુપરત કરી દેવાયા. આરટીપીઆર ટેસ્ટને કેમ આટલું મોડું થઈ રહ્યું છે. આ સમયગાળામાં જો અન્ય લોકોને ચેપ લાગે તો કોણ જવાબદાર છે.

>> કોર્ટે વધુમાં સૂચવ્યું કે, ટેસ્ટીગ વધારવામાં અને તેવી ગતિ વધારવામાં આવે. કલેક્શન અને ટેસ્ટીગ વધારવામાં આવે. તાલુકા અને ગામડાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે કોઈ વ્યવસ્થા જ નથી. સામાન્ય લોકોના આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવતા વાર લાગે છે. જ્યારે કે, અધિકારિઓ અને નેતાઓને જલ્દી રિપોર્ટ કેવી રીતે મળે છે. સરકારને કોર્ટે સવાલ કર્યો કે, રિપોર્ટ આવતા સમય લાગે છે માટે તે વ્યક્તિ અન્યના સંપર્કમાં આવે છે અને આ રીતે કોરોની ચેન આગળ વધી રહી છે. દેખાઈ રહ્યુ છે કે, વેક્સિનેશન ખાસ અસર નથી કરી રહ્યું. વેકસિનેશન જરૂરી છે પણ તે અસર નથી કરી રહ્યું.

>> ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી, પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડિસિવીરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડિસિવીર ઇન્જેકશન માટે ભીડ ન કરો.
Published by:kiran mehta
First published:April 14, 2021, 23:02 pm

ટૉપ ન્યૂઝ