અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આંકડા તીવ્ર ગતિએ વધી રહ્યા છે, અને આરોગ્ય વિભાગના અને સરકારના પ્રયાસો છતાં હોસ્પિટલઓ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસએ રાજ્યની વર્તમાન સરકાર પર આક્ષેપો કર્યા છે. કોરોના સમયે હોસ્પિટલમાં જગ્યા ન મળવી અને ઓક્સિજન ન મળવો એ સ્થિતિને જોતા હાલ આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખએ લગાવ્યો છે, અને રાજ્યમાં તાત્કાલિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવા માંગ કરી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં હાલત ખૂબ ખરાબ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેઓ જણાવે છે કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. 25 વર્ષથી સાશન કરતી ભાજપ સરકાર છે છતાં લોકોએ જીવ બચાવવા દરદર ભટકવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ સરકાર દર્દીઓને હોસ્પિટલમાં બેડ આપી શકતા કે નથી ઓક્સિજન મળી રહ્યા કે ઈન્જેકશન મળતા નથી. એ જોતાં આ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, 108 એમ્બ્યુલન્સમાં 20થી 25 કોલ્સ કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. કોઈ પોતાનું વાહન લઈને શું કોઈ હોસ્પિટલમાં દાખલ થવા ન જઈ શકે તેવા સવાલ પણ કર્યા છે. સરકારી હોસ્પિટલમાં દાખલ થવા માટે દર-દર ભટકવાથી દર્દીને જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ છે. સરકાર આ તઘલખી નિર્ણય બદલે તેવી માંગ કરી છે. ઓક્સિજનની અછતના કારણે આજે અંધાધૂંધી ફેલાઈ છે. દવા અને ઈન્જેકશન કોને આપવા તે ડોકટર નક્કી કરવાનું હોય તેની જગ્યાએ તે નક્કી કલેક્ટર કરે છે. ઓક્સિજનની અછતના કારણે 66 જેટલા દર્દીઓ છેલ્લા ત્રણ દિવસમા મર્યા છે. આ સ્થિતિ મેન મેઇડ ડિઝાસ્ટરની સ્થિતિ છે, ગવર્મેન્ટ મેઇડ ડિઝાસ્ટરની સ્થિતિ છે. શાસકો સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ તેવું પણ તેમણે ઉમેર્યું છે.
તેમણે ઉમેર્યું કે, રેમડેસિવિર ઇન્જેકશન 1 હજારમાં મળવું જોઇએ તેની જગ્યાએ 10 હજારમાં કાળા બજારમાં વેચાણ થયું છે. દર્દીઓને ઈન્જેકશન મળી રહે તે માટે સર્વગ્રાહી નીતિનું આયોજન થાય તેવી માંગ છે. Amc હોસ્પિટલમાં સારવાર લેવી હોય તો અમદાવાદનું આધાર કાર્ડ હશે તેને જ એડમિટ કરાશે આ તે કેવો નિર્ણય. આ નિર્ણય ગેરબંધારણીય છે જેને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે. હાલની સ્થિતિ ને જોતા ગુજરાતમાં તાત્કાલિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવા માંગ તેમણે કરી છે. એટલું જ નહીં સરકાર આગામી સમયમાં શું આયોજન કરી રહી છે તે પરિસ્થિતિ ને લઈ શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તેવી માંગ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર