ST નિગમનો નિર્ણય: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે બસ સેવા હંગામી ધોરણે સ્થગિત

ST નિગમનો નિર્ણય: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે બસ સેવા હંગામી ધોરણે સ્થગિત
પ્રતીકાત્મક તસવીર

એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈના કહેવા પ્રમાણે સ્વૈચ્છિક લૉકડાઉનના કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.

  • Share this:
અમદાવાદ: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (Gujarat State Road Transport Corporation)ની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારી (Corona pandemic)ના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ગાડી હજી પાટા પર ચડી રહી હતી ત્યાં જ ફરી કોરોનાનો કહેર વધ્યો છે. જેના પગલે GSRTCની સેવા પર અસર પડી રહી છે. સંક્રમણ વધવાને પગલે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણે બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. એમાં પણ રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હાલ વિભાગ તરફથી 5047 શિડ્યુલ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ એસટી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માટે બસ સેવા હાલ સ્થગિત કરી દીધી છે.

એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, સ્વૈચ્છિક લૉકડાઉનના કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ આવતા અને જતા પ્રવાસીઓની 50 ટકા સંખ્યા ઘટી છે. જેના કારણે રાજસ્થાન પહેલા 120 શિડ્યુલ બસ ચલાવતા હતા તેમાંથી અડધી જ બસ ચલાવવામાં આવી રહી છે.



આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા

બસો રાબેતા મુજબ દોડતી હતી તેના કારણે એસટી નિગમને 5.75 કરોડની આવક થતી હતી. પરંતુ પ્રવાસીઓ ઘટતા આવકમાં ઘટાડો થયો છે. હાલ એસટી નિગમને ત્રણ કરોડ આસપાસ આવક થાય છે, એટલે કે આવકમાં પણ 45 ટકાનો ઘટાડો થયો છે.

રાજ્યમાં 24 કલાકમાં 7410 નવા કેસ

બુધવારે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસોએ રેકોર્ડ તોડી દીધો છે. 24 કલાકમાં કુલ 7410 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 2642 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 1500 કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 73 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો-10 અને 12ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

દેશમાં એક દિવસમાં 2 લાખ લોકો સંક્રમિત

દુનિયામાં રોજ સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,00,739 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,038 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,40,74,564 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 11,44,93,238 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:April 15, 2021, 15:39 pm

ટૉપ ન્યૂઝ