Home /News /madhya-gujarat /ગુજરાત માટે alarm bell! એક મહિના પહેલાની સરખામણીમાં ચાર ગણો વકર્યો છે કોરોના
ગુજરાત માટે alarm bell! એક મહિના પહેલાની સરખામણીમાં ચાર ગણો વકર્યો છે કોરોના
અમદાવાદની અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં (IIM) છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને એએમસી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
અમદાવાદની અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં (IIM) છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને એએમસી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
ગુજરાતમાં (Gujarat) કોરોના (Coronavirus) બધી હદો વટાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બુધવારે પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે તેમજ ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે ત્રણ મહિના બાદ પહેલીવાર 8નાં મોત થયાં છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) કરોનાના હોટસ્પોટ (Hotspot) બનતા જઇ રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદની અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં (IIM) છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને એએમસી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
એક મહિનામાં ચાર ગણો વધ્યો કોરોના
જો કોરોનાના કેસના આંકડાની વાત કરીએ તો, આજથી બે મહિના પહેલા એટલે 24 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના 410 કેસ નોંધાયા હતા. જેના એક મહિના બાદ ફેબ્રુઆરી 24ના રોજ 380 કેસ નોંધાયા અને 24 માર્ચની વાત કરીએ તો આ કેસ વધીને 1790 થયા છે. એટલે કહી શકાય કે, 24મી ફેબ્રુઆરીથી 24મી માર્ચ આવતા આવતા કોરોનાના કેસની સંખ્યામાં ચારગણા કરતા પણ વધારે વધારો થયો છે. જો આપણે રાજ્યમાં એક અઠવાડિયા પહેલાના આંકડા પણ તપાસીએ તો રાજ્યમાં 17મી માર્ચ, બુધવારના રોજ 1122 કેસ નોંધાયા હતા. એટલે કે એક અઠવાડિયા બાદ કોરોનાના આંકડામાં 668 કેસોનો વધારો નોંધાયો છે.
અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. બુધવારે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 76 હજાર 574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.