Covid-19 : કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 25 મોત, 395 નવા કેસ નોંધાયા

Covid-19 : કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 25 મોત, 395 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસ : 24 કલાકમાં રાજ્યમાં 395 પોઝિટિવ કેસ, 215દર્દીના મોત

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 262 કેસ નોંધાયા છે.  આ સાથે અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 5346

  • Share this:
    ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. એક તરફ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે બીજી બાજુ રાજ્યમાંથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં મંગળવારે સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા કેસ મુજબ 395 કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત થયા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12,141 કેસ સંક્રમિત તરીકે નોંધાયા છે. આ કેસ પૈકીના 5043 દર્દીઓ રજા આપી દેવામાં આવી છે જ્યારે 6330 દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

    દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદ શહેરમાં 262, સુરતમાં 29, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગરમાં 7, સાબરકાંઠામાં 7, કચ્ચમાં 21, મહેસાણામાં 5, સુરેન્દ્રનગરમાં 5, ખેડામાં 4, પાટણમાં 4, ભરૂચમાં 4, બનાસકાંટા, મહીસાગર, ગીરસોમનાથ અને જૂનાગઢમાં પ્રત્યેક જિલ્લામાં 3, ભાવનગરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, છોટાઉદેપુરમાં 1, તાપીમાં 1 કેસ નોંધાયો છે. આમ છેલ્લા 24 કલાકમાં 395 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો :    BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'

    24 કલાકમાં 25 મોત, અમદાવાદમાં 21

    દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 719 મોત થયા છે. આ મોતમાં છેલ્લા 24 કલાકમાં 25 મૃત્યુનો સમાવેશ થાય છે. જે પૈકીના 21 અમદાવાદમાં, 2 સુરતમાં, 1 અરવલ્લીમાં, 1 ગાંધીનગરમાં એમ 25 મોત થયા છે. આ પૈકીના 15 પુરૂષો અને 10 મહિલાઓ છે.

    રાજ્યમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે રેકોર્ડે તોડ્યા

    દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 262 કેસ નોંધાયા છે.  આ સાથે અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 5346 પર પહોંચી છે. જ્યારે અમદાવાદમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 8945 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 576 લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે તેની સામે 3023 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને સાજા થયા છે અને ઘરે પરત ગયા છે.
    Published by:News18 Gujarati
    First published:May 19, 2020, 19:46 pm

    ટૉપ ન્યૂઝ