રાજ્યમાં કોરોનાનાં 615 નવા કેસ, રિકવરી રેટ 95.23%એ પહોંચ્યો, વાયરસના વળતા પાણી!

રાજ્યમાં કોરોનાનાં 615 નવા કેસ, રિકવરી રેટ 95.23%એ પહોંચ્યો, વાયરસના વળતા પાણી!
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો

24 કલાકમાં 746 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા, વેક્સિન પહેલાં જ વાયરસના વળતા પાણી

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (gujarat coronavirus Updates) ભુક્કા બોલાવતી રસીનો રસીકરણ કાર્યક્રમ 16મી જાન્યુઆરીથી શરૂ થવાનો છે. આ રસીકરણ કાર્યક્રમ પહેલાં રાજ્યમાં કોરોના વાયરસના ળતા પાણી શરૂ થઈ ગયા છે. રાજ્યમાં આજે 11મી જાન્યુઆરીએ સાંજે 5.00 વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 615 નવા કેસ નોંધાયા છે જ્યારે વાયરસની મ્હાત આપીને કુલ 746 દર્દી ઘરે પરત ગયા છે. આમ રાજ્યમાં કોરોના વેક્સિન પહેલાં જ કાબૂમાં છે.

    દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 128, સુરતમાં 129, વડોદરામાં 122, રાજકોટમાં 60, દાહોદમાં 14, મહેસાણામાં 12, ગાંધીનગરમાં 19, જામનગરમાં 14, કચ્છમાં 11, ખેડામાં 10, આણંદમાં 9. સાબરકાંઠામાં 9, નર્મદામાં 8, બનાસકાંઠામાં 7, ભાવનગરમાં 8, જૂનાગઢમાં 11. મહીસાગર, પંચમહાલમાં 7-7, ભરૂચ, મોરબીમાં 6-6, દેવભૂમિ દ્વારકા, ગીરસોંમનાથ, નવસારી, સુરેન્દ્રનગર, વલસાડમાં 3-3, અમરેલીમાં 2, અરવલ્લી, છોટાઉદેપુર, તાપીમાં 1-1 મળી કુલ 615 નવા કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો :  અમદાવાદ : કરૂણ ઘટના! AMTSના પૈડા આધેડ મહિલા પર ફરી વળ્યા, ઘટના સ્થળે જ મોત

    દરમિયાન રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 7695 કેસ એક્ટિવ છે અને 60 દર્દી વેન્ટિલેટર પર છે. આ પૈકીના 7635 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં 2,40,517 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રાજ્યમાં કુલ 7347 દર્દીઓનાં મોત થયા છે જે પૈકીના અમદાવાદમાં 2, સુરતમાં 1 મળીને કુલ 3 નવા મોતનો સમાવેશ થાય છે.

    કોરોનાના કેસ ઘટતા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધતા સરકારના ચોપડે રિકવરી રેટ 95.23 ટકાએ પહોંચી ગયો છે જ્યારે હજુ પણ 4.84 લાખ લોકોને કોવિડ-19ની ગાઇડલાઇનના દાયરામાં હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : જૂનાગઢ : સેમસંગનાં 103, vivoનાં 96 સહિત ચોરાયેલા 504 મોબાઇલ સાથે ઝડપાયો 'મહાઠગ,' કરી ચોંકાવનારી કબૂલાત

    મુખ્યમંત્રીઓ સાથે બેઠક પછી PM મોદીએ કહ્યું - બંને વેક્સીન વિશ્વાસપાત્ર

    પીએમ મોદીએ કહ્યું કે ભારતે જે બે વેક્સીનને મંજૂરી આપી છે તે બંને ભારતમાં જ નિર્મિત છે. આ સાથે ભારત જેવી પરિસ્થિતિ છે તેના આધારે ઘણી રાહતની વાત છે કે આ વેક્સીનને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમે કહ્યું કે જે બે વેક્સીનને મંજૂરી આપી છે તેના સિવાય ચાર વેક્સીન હાલ પાઇપલાઇનમાં છે. આ આપણને ભવિષ્યની શાનદાર તૈયારી કરવામાં મદદ કરશે. આપણા એક્સપર્ટ્સ દેશવાસીઓને યોગ્ય વેક્સીન આપવા માટે બધા પ્રકારની સાવધાનીઓ રાખી રહ્યા છે.

    પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આપણા ફ્રન્ટલાઇન વર્કસ, સફાઇ કર્મચારી, સિવિલ સર્વેન્ટસ અને રક્ષા કાર્યોમાં લાગેલા લોકોને ટિકાકરણ કરવામાં આવશે. બધા રાજ્યોમાં સ્વાસ્થકર્મીઓની સંખ્યા લગભગ 3 કરોડ છે. પ્રથમ ચરણમાં આ ત્રણ કરોડ લોકોનું ટિકાકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
    Published by:Jay Mishra
    First published:January 11, 2021, 19:54 pm

    ટૉપ ન્યૂઝ