રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 376 નવા પોઝિટિવ કેસ, 23નાં મોત, કુલ કેસ 15,000ને પાર

News18 Gujarati
Updated: May 27, 2020, 8:39 PM IST
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 376 નવા પોઝિટિવ કેસ, 23નાં મોત, કુલ કેસ 15,000ને પાર
પ્રતિકાત્મ તતસવીર

જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા, ક્યા જિલ્લામાં વધ્યા કેસ, કેટલા દર્દી થયા ડિસ્ચાર્જ

  • Share this:
અમદાવાદ :  રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસ (coronavirus)ના પોઝિટવ કેસમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27મી મેના સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના 376 નવા  કેસ નોંધાયા છે (Gujarat coronaupdates on 27th may) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 23 લોકોનાં મોત થયા છે. અમદાવાદ (Ahmadabad coronaUpdates) શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 19 મોત અને 256 નવા કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 15,205 પર પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256, સુરતમાં 34 વડોદરામાં 29, મહીસાગદરમાં 147, વલસાડમાં 10, સુરેન્દ્રમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છમાં 2-2, ભાવનગર, મેહસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ એમ 376 કુલ નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાનો મૃત્યુઘંટ વાગ્યો, વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મોતની ટકાવારીમાં ગુજરાત મોખરે

વડોદરાની સ્થિતિ મુજબ કેસની સંખ્યામાં વધારો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા યાદી મુજબ આજે દિવસ દરમિયાન 146 સેમ્પલની ચકાસણી કરવામાં આવી જેમાંથી 29 સેમ્પલ પોઝિટિવ આવ્યા જેમાં 20 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 117 સેમ્પલ નેગેટિવ આવ્યા. કોરોના સંક્રમીતોની કુલ સંખ્યા 933 પર પહોંચી છે

વડોદરામાં ડેથ ઓડિટ કમિટી દ્વારા આજે એક પણ મોત જાહેર કરવામાં આવ્યું નથી.વડોદરામાં કોરોના સંક્રમણ થી થયેલ કુલ મોતનો આંકડો 42 પર સ્થિર છે.આ પણ વાંચો :  Big News : ગુરૂવારથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરાશે

જ્યારે 11 દર્દીઓનાં બે વખતનાં રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. જેમાંથી સયાજી હોસ્પિટલનાં 4 , કોવિડ કેર સન્ટરનાં 5, ગોત્રી હોસ્પિટલમાંથી 1 અને હોમ આઇસોલેશનનો 1 સહિત  11જણા સાજા થયા .  વડોદરામાં  આજ સુધી કુલ 530 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસ કેસની સ્થિતિ અને નવા કેસની વિગતો


રાજ્યમાં અમદાવાદમાં 19, સુરતમાં 02, મહીસાગર અને વડોદરામાં 1-1 મોત નોંધાતા કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 23 મોત થયા છે. રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 938 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6720 છે જ્યારે વેન્ટિલેટર પર 92 દર્દીઓ છે. રાજ્યમાં કોરોના વાયરસના 6628 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 7547 દર્દીને રજા આપવામાં આવી છે.

24 કલાકમાં 410 દર્દીઓને રજા આપવામાં આવી

દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 410 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી 327, સુરતમાંતી 30, વડોદરામાંથી 11, પાટણમાંતી 8, ભાવનગરમાંથી 6, સુરેન્દ્રનગરમાંથી 5, દાહોદ, ગાંધીનગર, વલસાડમાંથી 4-4, મહેસાણામાંથી 2, અરવ્લીલ, ગીરસોમનાત, જુનાગઢ, કચ્છ, પંચમહાલ, રાજકોટમાંથી 1-1 દર્દીને રજા આપવામાં આવી છે.
First published: May 27, 2020, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading