રાજ્યમાં Coronaનાં વળતા પાણી, 24 કલાકમાં 810 નવા કેસ, રિકવરી રેટ 94.02% થયો

રાજ્યમાં Coronaનાં વળતા પાણી, 24 કલાકમાં 810 નવા કેસ, રિકવરી રેટ 94.02% થયો
પ્રતિકાત્મક તસવીર

1016 દર્દીઓ સાજા થયા, રાત્રિ કર્ફ્યૂના કારણે અમદાવાદ-સુરત-રાજકોટ, વડોદરામાં પણ ધરખમ ઘટાડો, જાણો ક્યા નોંધાયા કેટલા કેસ

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 28મી ડિસેમ્બરના રોજ વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે માત્ર 810 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 1016 દર્દી સાજા થયા છે. આજના કેસની સંખ્યા ઉમેરતા રાજ્યમાં કુલ કેસનો આંકડો2,42,655 થઈ ગયો છે.

    રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 174, સુરતમાં 149, વડોદરામાં 123, રાજકોટમમાં 69, કચ્છમાં 34, મહેસાણામાં 29, બનાસકાંઠામાં 20, પંચમહાલમાં 17, ખેડામાં 14, ભાવનગરમાં 18, ગાંધીનરમાં 23, જૂનાગઢમાં 19, સાબરકાંઠામાં 11, ભરૂચમાં 10, દાહોદમાં 10 કેસ નોંધાયા છે. આણંદમાં 9, ગીરસોમનાથમાં 9, મોરબી અને પાટણમાં 8-8, મહીસાગરમાં 7, અમરેલીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ભાવનગરમાં 5,બોટાદમાં 4, નર્મદામાં 4, નર્મદામાં અને અરવલ્લીમાં 3-3, જામનગરમાં શહેરમાં 3, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, પોરબંદરમાં 2, વલસાડમાં 2, ડાંગમાં 1, તાપીમાં 1 અને જામનગર જિલ્લામાં 0 કેસ મળી અને 810 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો :   CCTV વીડિયો : સુરતમાં રાત પડતા જ પથ્થર લઈને નીકળે છે આ શખ્સ, ગાડીઓને બનાવે છે નિશાન

    રાજ્યમાં અત્યારે 10223 એક્ટિવ કેસ છે, હાલમાં 61 દર્દીઓ વેન્ટિવલેટર પર છે. રાજ્યમાં કુલ 10162 દર્દી સ્ટેબલ છે જ્યારે 2,28,144 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4288 દર્દીઓનાં મોત થયા છે. આજે વધુ 6 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે. આ દર્દીઓમાં અમદાવાદ શહેરના 3, અરવલ્લી, પાટણ અને સુરત શહેરના 1-1 દર્દીનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો :   રાજકોટ : 10 વર્ષથી ઓરડીમાં 'કેદ' હતા વેલ એજ્યુકેટેડ ભાઈઓ-બહેન, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ

    રાજ્યનો રિકવરી રેટ 94.02 ટકા પર પહોંચી ગયો છે જ્યારે આજે રાજ્યમાં 52,906ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 5,03, 276 વ્યક્તિઓ સરકારી ચોપડે ક્વૉરન્ટાઇન છે. આ દર્દીઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે કે નહીં તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.

    રાજ્યમાં વેક્સિનેશન માટે ટાસ્ક ફોર્સની રચના

    દરમિયાન ગાંધીનગર ખાતે મોડી સાંજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી નવા વર્ષથી શરૂથનારા વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખ તૈયાર કરી દેવામાં આવી છે. આ વેક્સિનેશનનો કાર્યક્રમ રાજ્યમાં આગામી 1 વર્ષ જેટલો ચાલશે.

    સૌથી પહેલાં આમને રસી મળશે

    રાજ્યના 4.31 લાખ આરોગ્ય કાર્યકર, 6.03 લાખ ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના 1.03 કરોડ લોકો , 50થી ઓછી ઉંમરના 2.67 લાખ લોકો વેક્સિન માટે નોંધાયા છે જેમને સૌથી પહેલાં રસી આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:December 28, 2020, 19:27 pm

    ટૉપ ન્યૂઝ