રાજ્યમાં વેક્સિન લાગતા પહેલાં કોરોનાની ગતિ ઘટી, નવા 602 કેસ નોંધાયા

રાજ્યમાં વેક્સિન લાગતા પહેલાં કોરોનાની ગતિ ઘટી, નવા 602 કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

855 વધુ દર્દીઓએ વાયરસને મ્હાત આપી, જાણો ક્યા જિલ્લામાં કેટલા નવા કેસ

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની વેક્સિનની કામગીરી 16મી જાન્યુઆરીથી થશે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર કોવશિલ્ડ વેક્સિનની પ્રથમ ખેપ આપી પહોંચી. ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ સ્ટાફને વેક્સિન આપવામાં આવે તે પહેલાં જ કોરોના વાયરસનો ચેપ કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં 12મી જાન્યુઆરીએ ફક્ત 602 નવા કેસ નોંધાયા છે જ્યારે 855 દર્દીઓ સાજા થયા છે. દરમિયાન 24 કલાકમાં 3 દર્દીનાં મોત થયા છે.

  24 કલાકમાં અમદાવાદમાં 133, સુરતમાં 122, વડોદરામાં 110, રાજકોટમાં 72, આણંદમાં 12, ભરૂચમાં 11, ભાવનગરમાં14, દાહોદમાં 11, પંચમહાલમાં 11, ખેડામાં 10, ગાંધઈનગરમાં 17, જામનગરમાં 9, કચ્છમાં અને સાબરકાંઠામાં 8-8, મહેસાણામાં 6, સુરેન્દ્રનગરમાં 6, જૂનાગઢમાં 9, મોરબીમાં 5, અમરેલીમાં 4, ડાંગમાં 4, નર્મદામાં 3, નવસારીમાં 3, વલસાડમાં 3, બનાસકાંઠઆમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, છોટાઉદેપુરમાં 1, મહીસાગરમાં 1, તાપીમાં 1, બોટાદમાં 1 મળીને કુલ 502 નવા કેસ નોંધાયા છે.  દરમિયાન રાજ્યમાં હાલમાં કુલ 7439 કેસ એક્ટિવ છે જે પૈકીના 58 કેસ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 7381 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં 2,41, 372 દર્દીઓ કોરોનાને માત આપી દીધી છે. દમરિયાન અત્યારસુધીમાં કુલ 4350 દર્દીના મોત થયા છે જે પૈકીના અમદાવાદ, વડોદરા અને બોટાદમાં 1-1 દર્દી મળીને કુલ 3 દર્દીના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે.

  પ્રથમ તબક્કાના રસીકરણ માટે સરકારે ખર્ચવા પડશે 21,000-27,000 કરોડ રૂપિયા: SBI રિસર્ચ

  સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા રિસર્ચ SBI Researchના તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રસીના પ્રથમ તબક્કા પાછળ આશરે 21થી 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રથમ તબક્કામાં સરકાર દેશમાં 30 કરોડ લોકોનું રસીકરણ કરશે. આ ઉપરાંત બીજો તબક્કો કે જેમાં વધુ 50 કરોડ લોકોને આવરી લેવાશે તે માટે 35થી 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ રકમ આપણા જીડીપી (Gross Domestic Product)ના 0.3થી 0.4 ટકા જેટલી છે.

  આ પણ વાંચો :  સુરત : ધૃણાસ્પદ બનાવ! વૉકિંગ કરવા નીકળેલી વિદ્યાર્થિની સામે યુવક એકાએક નગ્ન થઈ ગયો

  ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોના વેક્સીનની બે રસીને ઇમરજન્સી વપરાશ માટે છૂટ આપવામાં આવી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન શામેલ છે. ભારત સરકારનું આયોજન છે કે ઓગસ્ટ 2021 સુધી દેશના 30 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવે.
  Published by:Jay Mishra
  First published:January 12, 2021, 20:16 pm

  टॉप स्टोरीज