રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 441 પોઝિટિવ કેસ, 49 મોત

રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 441 પોઝિટિવ કેસ, 49 મોત
તેમણે કહ્યું કે મને બિલકુલ આશા નથી કે બે વર્ષ પહેલા કોરોના વાયરસની કોઇ વેક્સીન આવે. વેક્સીનની રાહ જોવા કરતા શ્રેષ્ઠ તે રહેશે કે દુનિયાભરના લોકો કોરોના વાયરસ સાથે જીવતા શીખી જાય. ડેવિડ નાબરો કહ્યું કે આવનારા બે વર્ષ સુધી આપણે આ વાયરસ સાથે જીવવાની આદત નાંખવી પડશે. દુનિયાભરના 7.8 બિલિયન લોકોએ આ વિષે વિચારવું જોઇએ અને સમયના હિસાબે પોતાને બદલવું જોઇએ.

અમદાવાદ શહેરમાં 349 કેસ નોંધાતા સ્થિતિ બેકાબુ, ગુજરાતની સ્થિતિ ચિંતાજનક

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 24 કલાકમાં 49 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાસુધીમાં 6245 કેસ નોંધાયા છે અને કુલ 368 દર્દીનાં મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 349 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંંધાયેલા કેસની સંખ્યા ચિંતાજનક છે.

  જાણો ક્યા કેટલા કેસ નોંધાયા?  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 349 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં 20 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાં 17 કેસ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. ભાનગરમાં 2, ગાંધીનગરમાં 2, પાટણમાં 2, પંચમહાલમાં 4, બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10 અને બોટાદમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 4, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 2, મહીસાગારમાં 4, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આમ 24 કલાકમાં 441 કેસ નોંધાતા રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો છે.

  આ પણ વાંચો :  અમદાવાદ : AMC કમિશનર વિજય નેહરા 14 દિવસ માટે હોમ ક્વૉરન્ટાઇન થયા, કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા

  અમદાવાદમાં 39 મોત, 349 કેસ

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. અમદાવાદમાં 24 કલાકમાં 39 મોત થયા છે અને 349 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 4425 કેસ અને 2763 મોત થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં એક તરફ મોતની સંખ્યા બેકાબુ બની છે. ડૉ.રવિ સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યા છે.

  રાજ્યમાં કોરોનાની સ્થિતિ, ડેટા 5મી મે સાંજે 5.00 વાગ્યા સુધી આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા મુજબ


  7 વાર 300થી વધુ કેસ નોંધાયા

  અગાઉ 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.
  Published by:News18 Gujarati
  First published:May 05, 2020, 19:43 pm