રાજ્યમાં કોરોના વાયરસનો કહેર : દિવસ દરમિયાન 4 દર્દીનાં મોત, 93 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર : દિવસ દરમિયાન 4 દર્દીનાં મોત, 93 નવા કેસ નોંધાયા
ફાઇલ તસવીર

રાજ્યમાં 1939 કેસ સંક્રમિત, આજે 24 લોકોને રજા આપવામાં આવી, અમદાવાદની સ્થિતિ ચિંતાજનક

 • Share this:
  ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 20મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોરોનાને કુલ  નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા  1939 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 61  કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે. દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે 4 લોકોનાં મોત થયા છે જ્યારે આજે 24 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 71 દર્દીના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે.

  રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે આજે સવારે 10.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 1919 સંક્રમિતોમાંથી અત્યારસુધીમાં 131 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, આ દર્દીઓમાં આજનાં 24 દર્દીઓનો સમાવેશ થાય છે.  આ પણ વાંચો :  Coronavirus : અમદાવાદ માટે ગંભીર સમાચાર, શાકભાજી વેચતા 65 ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ

  દિવસ દરમિયાન અમદાવાદમાં જ 4 મોત

  ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે કોરોના વાયરસના કારણે દિવસ દરમિયાન 4 મોત થયા છે. ચારેય મોત અમદાવાદ શહેરના છે જેમાં 63 વર્ષની મહિલા, 42 વર્ષની મહિલા, 67 વર્ષની મહિલા, 66 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો :  Coronavirus : અમદાવાદ સિવિલને ભૂલ સમજાઈ? કોરોનાના દર્દીઓને રઝળાવ્યા બાદ સુવિધાઓ આપી!

  અમદાવાદમાં 1248 પોઝિટિવ કેસ, 38 મોત

  કોરોના વાયરસની સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદ શહેરમાં 1248 કેસ સંક્રમિત છે. જોકે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાનું એક કારણ એગ્રેસિવ ટેસ્ટિંગ છે. શહેરમાં કોરોનાના કારણે 38 દર્દીના મોત થયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, પંચમહાલમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 12 કેસે નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 20, 2020, 19:45 pm

  ટૉપ ન્યૂઝ