Home /News /madhya-gujarat /

રાજ્યમાં કોરોના વાયરસનો સપાટો : એક જ દિવસમાં 7 મોત, 176 નવા કેસ, અમદાવાદમાં 143 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસનો સપાટો : એક જ દિવસમાં 7 મોત, 176 નવા કેસ, અમદાવાદમાં 143 નવા કેસ

18મી એપ્રિલે સવારે 10.00 વાગ્યા સુધી નોંધાયેલા કેસની સ્થિતિ

18મી એપ્રિલ સુધી ગુજરાતમાં કોરોનાને કારણે 7 લોકોનાં મોત, અમદાવાદમાં વધુ 143 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ મોત 48

    ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા  પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 143 કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે.  આ ઉપરાંત વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળી આવ્યા છે.

    રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 18મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 1272 એક્ટિવ કેસ છે.

    પ્લાઝમા ટેકનિક માટે મંજૂરી મળી

    ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં આપણે પ્લાઝમા ટેકનિકના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓને ક્યોર કરવાની પરવાનગી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડી રાત સુધી સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે વાતચીત કરી અને આપણેને રાત્રે ક્લિયરન્સ મળ્યું છે એટલે રાજ્યમાં સિવિલ હૉસ્પિટલ અમદાવાદના વૈજ્ઞાનિકો તેનો પ્રયોગ શરૂ કરી શકશે.

    રાજ્યમાં 18મી એપ્રિલે સવારે 10.45 વાગ્યા સુધીમાં કોરોના વાયરસની સ્થિતિ


    અમદાવાદમાં તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં 143 કેસ

    રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કોરોના વાયરસના 17મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યા પછી 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેરના તમામ હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે, અમદાવાદમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી તંત્રની તૈયારી છે.

    17મી એપ્રિલે સાંજે 6.00 વાગ્યા બાદના મરણ

    દરમિયાન ગઈકાલે સાંજથી આજે સવારે 10.45 વાગ્યા સુધી રાજ્યમાં 7 મોત થયા છે. જેમાં 4 મોત અમદાવાદમાં, 1 સુરતમાં 1 અરવલ્લીમાં અને એક વડોદરામાં મોત થયું છે. આમ રાજ્યમાં કુલ 1272 કેસ નોંધાયા છે અને અત્યારસુધીમાં 48 મોત થયા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: COVID19 cases, Jayanti Ravi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन