રાજ્યમાં કોરોના વાયરસનો કહેર : એક જ દિવસમાં 5 મોત, 228 નવા કેસ, અમદાવાદમાં 140 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર : એક જ દિવસમાં 5 મોત, 228 નવા કેસ, અમદાવાદમાં 140 નવા કેસ
કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ કેસની સંખ્યા

19મી એપ્રિલે સવારે 10.00 ગુજરાતમાં કોરોનાને કારણે એક જ દિવસમાં 5 લોકોનાં મોત, અમદાવાદમાં વધુ 140 કેસ, સુરતમાં 67

 • Share this:
  ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ  નવા 228 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા  પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 140  કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે. જેમાંથી 15 કેસમાં લક્ષણો જોવા મળ્યા છે.

  રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 19મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં  1604 વધુ એક્ટિવ કેસ છે. આ કેસમાંથી અમદાવાદ શહેરમાં જ 1002 કેસો મળી આવ્યા છે. રાજ્યમાં 1604 દર્દીઓમાંથી 9 લોકો વેન્ટિલેટર પર છે અને 94 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.  80 ટકા દર્દીમાં લક્ષણ દેખાતા નથી

  ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસના દર્દીઓમાં નવા કેસમાં હવે લક્ષણો દેખાયા હોય તેવી રીતે અને લક્ષણો ન જણાયા હોય છતાં કેસ આવ્યા હોય તેવી રીતે કેસ નોંધવામાં આવશે. નવા કેસના 80 ટકા દર્દીમાં લક્ષણો દેખાયા નથી. નવા 228 કેસમાં 140 અમદાવાદમાં, આણંદમાં 1, બનાસકાંઠામાં 2, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 67, વડોદરામાં 8, રાજકોટમાં 5 એમ કુલ 228 કેસ નોંધાયા છે.

  અમદાવાદમાં કોરોનાનો અજગર ભરડો, કુલ કેસ 10008ને પાર 89માં લક્ષણો જ જોવા ન મળ્યા


  અમદાવાદ શહેરમાં સંક્રમિતોનો આંકડો 1000ને પાર

  આજે જાહેર થયેલા નવા સંક્રમિતોની સંખ્યામાં અમદાવાદ શહેરના 140 કેસ છે જે કુલ મળીને અમદાવાદ શહેરમાં સંક્રમિતોની સંખ્યા 1002 થાય છે. અમદાવાદ શહેરમાં નવા નોંધાયેલા 140 કેસમાંથી 89 કેસમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળ્યા નહોતા. આમ હવે લોકોએ ખૂબ તકેદારી રાખવાની જરૂર છે.

  18મી એપ્રિલે સાંજે 6.00 વાગ્યા પછીના મરણ

  દરિયાન ગઈકાલે સાંજે 6.00 વાગ્યા પછી રાજ્યમાં કોરોના કારણે 5 મોત થયા છે. આ મોતમાં ચાર અમદાવાદ અને એક સુરતમાં થયું છે. અમદાવાદ શહેરમાં બે પુરૂષ અને બે સ્ત્રીના મોત થયા છે જ્યારે સુરતમાં એક મોત થતા રાજ્યમાં કુલ મોતનો આંકડો 58 થયો છે.
  Published by:News18 Gujarati
  First published:April 19, 2020, 11:07 am

  ટૉપ ન્યૂઝ