રાજ્યમાં કોરોના બેકાબૂ : 24 કલાકમાં 20નાં મોત, 347 વધુ પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના બેકાબૂ : 24 કલાકમાં 20નાં મોત, 347 વધુ પોઝિટિવ કેસ નોંધાયા
ફાઇલ તસવીર

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 268 વધુ પોઝિટિવ કેસ નોંધાયા, દરમિયાન 235 દર્દીઓ આજે સાજા થઈને સમગ્ર રાજ્યમાંથી ઘરે પહોંચ્યા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધીને 8543 નોંધાઈ છે. આ કેસોમાં 268 કેસ નવા છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 268, વડોદરામાં 29, સુરતમાં 19,ભાવનગરમાં 1, આણંદમાં 2, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, નર્મદામાં 1, જામનગરમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 1 અને જૂનાગઢમાં 1 કેસ મળીને કોરોનાના 347 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો :   ડાંગ : લૉકડાઉનમાં 13.96 લાખની ગુટખા ઝડપાઈ, વ્યસનીઓ માટે મહારાષ્ટ્રથી બટેટામાં ઘૂસાડી લવાતો હતો જથ્થો

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયા

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયા છે. દરમિયાન આ 20માંથી 19 લોકો અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 13 પુરૂષ અને 6 સ્ત્રી અને મહેસાણામાં એક મોત થયું છે. આમ કુલ 20 લોકોનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકથી રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનનાના કુલ સંક્રમિત દર્દીઓમાંથી 5218 સાજા થયા છે.

  આ પણ વાંચો :    ઘણાં દર્દોની અકસીર દવા, જાણો વોટર થેરાપીની ન જાણેલી વાતો..

  અમદાવાદમાં નવા 268 કેસ કુલ 6068

  અમદાવાદ શહેરની સ્થિતિ સૌથી વધુ કફોડી છે. આમ જોઈએ તો રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં અમદાવાદમાં જ કફોડી છે. અમદાવાદને બાદ કરતા કોઈ પણ શહેરમાં આજદિન સુધી એક સાથે 100 પોઝિટિવ કેસ નોંધાયા નથી. અમદાવાદમાં આજે પણ 268 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં આમ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6068 થઈ છે. અમદાવાદમાં આજના 19 મોત સાથે કુલ મૃત્યુની સંખ્યા 400 થઈ છે. આ બધાની વચ્ચે અમદાવાદમાંથી 1482 લોકો સાજા પણ થઈ ગયા હતા.
  Published by:News18 Gujarati
  First published:May 11, 2020, 19:45 pm

  ટૉપ ન્યૂઝ