કોરોનાની રસીનાં બીજા ડોઝની ગાઇડલાઇન બદલાતા લોકોમાં રોષ, ગુજરાત સરકાર પાસે નથી રસીનો પૂરતો જથ્થો?

કોરોનાની રસીનાં બીજા ડોઝની ગાઇડલાઇન બદલાતા લોકોમાં રોષ, ગુજરાત સરકાર પાસે નથી રસીનો પૂરતો જથ્થો?
રાજ્યમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી છે. ગુજરાતમાં બુધવારે 1,87,724 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

રાજ્યમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી છે. ગુજરાતમાં બુધવારે 1,87,724 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

 • Share this:
  એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને નાથવા માટે રસી જ ઉપાય છે તેમ જણાવી રહ્યાં છે. જેથી લોકો કોરોનાની રસી મેળવવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ 42 દિવસ પછી જ આપવાનો નિયમ અચાનક આપી દેતાં હજારો લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી રસી મુકાવ્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો. આ નિર્ણયને કારણે બુધવારે રાજ્યનાં અનેક કેન્દ્રમાં લોકોની હાલાકી વધી ગઈ હતી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકો રોષે ભરાઇને કહી રહ્યાં હતા કે, કોઇપણ આગોતરી જાણ કર્યા વગર કેન્દ્રો પર આવેલા લોકોને નિયમ બતાવવામાં આવતા સૌથી વધુ હાલાકી 45થી વધુ વયના લોકોને પડી હતી. રસીકરણ કેન્દ્રો પર આ મુદ્દે લોકો અને સ્ટાફ પર બોલાચાલી પણ થઈ હતી. કતારમાં ઉભા રહ્યા પછી રસી નહીં મળતા લોકો નિરાશ થયા હતા.

  કોવિન સોફ્ટવેરમાં બુધવારે જ અપડેટ થઇ ગયું  ભારત સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં બુધવારથી જ અપડેટ કરી દેવામાં આવી હતી. જેથી કોવીડશીલ્ડ રસીનાં પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજા ડોઝનું રસીકરણ થઇ શકશે. જેથી તમામ નાગરિકોએ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇને કોવીશિલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજો ડોઝ લેવા માટે જે તે અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં આ રસી મેળવી શકશે.  લોકોમાં રોષ દેખાયો

  અમદાવાદમમાં 3 સ્થળે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારોમાં કાર લઇને ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે. ત્યારે તેમને પણ કલાકોની રાહ બાદ જ્યારે કહેવાયું કે, તમે પ્રથમ ડોઝ લીધાને હજુ 42 દિવસ પૂરા થયા નથી. તેથી બીજો ડોઝ આ સમય પૂરો થયા પછી જ મળશે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા લોકોને પણ પહેલા જાણ કરવામાં ન આવી અને કલાકો લાંબી કતારોમાં ઉભા રહીને જાણ કરવામાં આવી કે તમને રસી આજે નહીં મળે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

  ગુજરાત પર વધુ એક સંકટ! TAUKTAE વાવાઝોડું દરિયાકાંઠે ટકરાઇ શકે, આવશે વાતાવરણમાં પલટો

  રસીનો અપૂરતો જથ્થો આ માટે જવાબદાર?

  રસીની સમય મર્યાદા વધારતા લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની રસીના અપૂરતા જથ્થાને કારણે આવો અચાનક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પોતાની વ્યવસ્થા ન કથળે તે માટે આવા નિર્ણયો લે છે. પરંતુ બીજી બાજુ નિષ્ણાતો પણ જણાવી રહ્યં છે કે, રસીનાં પ્રથમ ડોઝનાં 42 દિવસ બાદ જો બીજો ડોઝ લેવામાં આવે તો અસરકારક છે.

  જાણો ક્યારે છે અખાત્રીજ, આ દિવસે કરશો આ કામ તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનધાન્ય

  રાજ્યમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી

  અમદાવાદમાં બુધવારે 24943 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 10369 45થી વધારે ઉંમરના, જ્યારે 7685 18થી 44 વર્ષના હતા. ડ્રાઇવથ્રુ વેક્સિનેસન નિકોલ ખાતે 888, ડ્રાઇવઇન સિનેમા ખાતે 555, જ્યારે સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે 654 લોકોએ રસી મૂકાવી હતી. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી છે. ગુજરાતમાં બુધવારે 1,87,724 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રસીના 90,646 ડોઝ 45 વર્ષથી વધુ વયના નાગરિકોને આપવામાં આવ્યા હતા.

  જ્યારે 18થી 45 વર્ષની વયજૂથના 33,450 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,45,67,089 લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં 27,28,366 લોકો રસીનો બીજો ડોઝ મેળવી ચૂક્યાં છે. જ્યારે 18થી 45 વર્ષની વયજૂથના 3,86,743 લોકો રસી મેળવી ચૂક્યાં છે.
  Published by:Kaushal Pancholi
  First published:May 13, 2021, 11:07 am

  ટૉપ ન્યૂઝ