રાજ્યમાં કોરોનાના અંતનો થયો આરંભ, જાણો કયા શહેરમાં કોણે લીધી પ્રથમ રસી

રાજ્યમાં કોરોનાના અંતનો થયો આરંભ, જાણો કયા શહેરમાં કોણે લીધી પ્રથમ રસી
અમદાવાદમાં રસીનો પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને આપવામાં આવ્યો હતો.

અમદાવાદમાં રસીનો પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને આપવામાં આવ્યો હતો.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનની (Corona Vaccination) શરૂઆત કરી હતી. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 3006 સેશન સાઇટ્સ કનેક્ટેડ કરાઈ હતી. 16મી જાન્યુઆરી (આજે)એ દરેક સેશન સાઈટ પર 100 જેટલા લાભાર્થીઓને રસી આપવાની શરૂઆત થઇ ગઇ છે. આ દરમિયાન દિલ્હીમાં આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન પ્રથમ રસી આપવાના સમયે હાજર રહ્યા હતા. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મુખ્યમંત્રી વિજય રૂપાણી અને (Vijay Rupani) નીતિન પટેલ (Nitin Patel) હાજર રહીને વેક્સીન (Corona Vaccine) લેનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

  શ્લોકના મંત્રોચ્ચાર સાથે રસી આપવામાં આવી  અમદાવાદમાં રસીનો પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને આપવામાં આવ્યો હતો. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની હાજરીમાં સંસ્કૃત શ્લોકના મંત્રોચ્ચાર સાથે રસી આપવામાં આવી. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા.  અમદાવાદની GCS હોસ્પિટલમાં પણ રસીકરણનો પ્રારંભ થયો. રસી લેનારા હેલ્થ વર્કર્સનું કહેવુ છે કે, જરા પણ સંકોચ કે ડર રાખવાની જરૂર નથી.  મોરબીમાં આજે કોરોના વેકસીન આવતાની સાથે જ સૌ પ્રથમ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વેકસીન આપવામાં આવી છે. જેમાં આજે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું આ સમયે રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જીલ્લા કલેક્ટર જે બી પટેલ,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા,ડો.સી.એલ.વારેવડીયા,અધિક કલેક્ટર કેતન જોશી સહિતના હાજર રહ્યાં હતાં અને પ્રથમ ડોકટરોને રસીકરણ કરાયું હતું.જેમાં આ રસીકરણ સામાન્ય ડોઝથી પણ સામાન્ય હોવાનું રસી લેનાર ડોકટરોએ જણાવ્યું હતું સાથે જ સાંસદ મોહન કુંડારિયાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ધીમે ધીમે એક પછી એક મોરબીના લોકોને પણ આ રસીકરણ આપવામાં આવશે ત્યારે લોકો પણ આ અભિયાનમાં જોડાય અને કોઈ ડર ન રાખે સાથે કોરોનાની મહામારી સામે લડવામાં સાથ આપવા અપીલ કરી છે  'હજી તકેદારી રાખવી જરૂરી છે'

  રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિકે કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. રાજકોટમાં પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે.  આડઅસર થાય તો મદદ માટે ટોલ ફ્રી નંબર જાહેર

  AMC દ્વારા 16મી જાન્યુઆરીથી અમદાવાદ શહેરના 20 વેક્સિન સેન્ટરો ઉપર વેક્સિનેશન સેશનનો આરંભ કરશે પછી તબક્કાવાર સેન્ટરોની સંખ્યા વધારીને 300 કરવાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં વેક્સિન લીધા બાદ જો કોઇ આડઅસર થાય તો તેવા કિસ્સામાં ટોલ ફ્રી નંબર 14499 અને 104 ડાયલ કરવાથી સારવાર મળી શકશે. તમામ સેશન સાઇટ ઉપર વેક્સિનેશન બાદ તમામ લાભાર્થીને 30 મીનિટ સુધી સેશન સાઇટ ઉપર ઓબ્ઝર્વેશન ઉપર રાખવામાં આવશે.

  એક્સપર્ટ એડવાઇઝ : જાણો કોણે કોરોના વેકસીન નથી લેવાની અને તેની સામાન્ય સાઇડ ઇફેક્ટ

  આ સમયગાળા દરમિયાન સામાન્ય પ્રકારની આડઅસર જેમ કે, તાવ, માથાનો દુઃખાવો કે નબળાઇ લાગવી કે ઇન્જેક્શન સાઇટ ઉપર દુઃખાવો થવો વગેરેની સારવાર વેક્સિનેશન સાઇટ ઉપર જ આપવામાં આવશે

  .
  Published by:Kaushal Pancholi
  First published:January 16, 2021, 12:31 pm

  ટૉપ ન્યૂઝ