Home /News /madhya-gujarat /Coronavirus : 24 કલાકમાં કોરોનાના વધુ 380 પોઝિટિવ કેસ, 28 મોત નોંધાતા સ્થિતિ ચિંતાજનક

Coronavirus : 24 કલાકમાં કોરોનાના વધુ 380 પોઝિટિવ કેસ, 28 મોત નોંધાતા સ્થિતિ ચિંતાજનક

અમદાવાદ શહેરમાં સ્થિતિ બેકાબુ, સાત દિવસ દુકાનો બંધ રહેવાના આદેશ બાદ માર્ગો પર લોકોના ટોળેને ટોળાઓ ઉમટ્યા, 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી પણ 119 લોકોએ કોરોનાને માત આપી

અમદાવાદ શહેરમાં સ્થિતિ બેકાબુ, સાત દિવસ દુકાનો બંધ રહેવાના આદેશ બાદ માર્ગો પર લોકોના ટોળેને ટોળાઓ ઉમટ્યા, 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી પણ 119 લોકોએ કોરોનાને માત આપી

    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા  380  પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાસુધીમાં કુલ 6625  કેસ નોંધાયા છે. જોકે, આ બધાની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 લોકો સાજા થઈને ગયા છે. અત્યારસુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1500 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કારણે 28 લોકોનાં મોત થયા છે.

    દરમિયાન આજે અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 6, આણંદમાં 1, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7, દાહોદમાં 2, ખેડામાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, મહીસાગરમાં 2 એમ કુલ મળીને 380 કેસ નોંધાયા છે.

    અમદાવાદમાં 291 કેસ નોંધાયા

    ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નવા વધુ 380 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે વધુ 28 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં 31, વડોદરામાં 16, ગાંધીનગરમાં 4, બનાસકાંઠા 15, મહીસાગર 2, ભાવનગરમાં 6, બનાસકાંઠામાં 15 કેસ નોંધાયા છે. 4703 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 119 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन