Home /News /madhya-gujarat /મીઠાઈ-ફરસાણના વેપારીઓ હવે કંટાળ્યા, 'takeaway રાખવું કે નહીં? સરકારનો કોઈ ખુલાસો નથી મળતો'

મીઠાઈ-ફરસાણના વેપારીઓ હવે કંટાળ્યા, 'takeaway રાખવું કે નહીં? સરકારનો કોઈ ખુલાસો નથી મળતો'

પ્રતિકાત્મક તસવીર

મીઠાઈ અને ફરસાણની દુકાન માં takeaway સિસ્ટમ રાખવી કે નહીં આ અંગે ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી તરફથી કોઈ જવાબ ન મળતા અમદાવાદના વેપારીઓ પરેશાન

અમદાવાદ : રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર છે તો બીજી તરફ અવારનવાર વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના મામલા સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને અગાઉના વિશે જાણ પણ કરી હતી અને જણાવ્યું હતું કે, મીઠાઈ અને ફરસાણની દુકાન માં takeaway સિસ્ટમ રાખવી કે નહીં આ અંગે ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી તરફથી કોઈ જવાબ ન મળતા અમદાવાદના વેપારીઓ પરેશાન છે. વેપારીઓ દ્વારા મીઠાઈ અને ફરસાણ અંગે કોઈ સ્પષ્ટતા અથવા ટેક અવે સિસ્ટમ અંગે જાણ નથી કરાઈ, જેને લઇને કેટલાક પોલીસ અધિકારીઓ દુકાનો બંધ રાખવા અંગે દબાણ કરી રહ્યા છે. આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે ગૃહ વિભાગને પત્ર પણ લખવામાં આવ્યો છે. સાથે અગાઉ લખેયાલા પત્રનું બિડાણ પણ જોડવામાં આવ્યું છે.

5 દિવસ પહેલા પણ કરી છે રજૂઆત

આ અંગે અગાઉ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે રાજયના ગૃહ સચિવ નિપુણા તોરવણેને ઉદ્દેશીને લખેલા પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ અમારા એસોસીએશનના સભ્ય છે. તેમના તરફથી મળેલી રજૂઆત મુજબ હાલમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં મીઠાઇ અને ફરસાણની દુકાનો માટે રેસ્ટોરન્ટની જેમ ટેક અવેની સુવિધા ચાલુ રાખવા અંગેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે મીઠાઇ-ફરસાણના વેપારીઓની દુકાનોને પોલીસ અધિકારીઓ દ્વારા બંધ કરાવવામાં આવે છે. જેનું કોઈ નિરાકરણ ના આવતા આજે ફરી રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ પર ધ્યાન દોર્યું છે.આ પણ વાંચોઅમદાવાદ : ગુજરાત ફાર્મસી કાઉન્સીલની અપીલ, Coronaની સારવાર માટે ડૉક્ટર્સ દર્દીઓમાં બ્રાન્ડેડ દવાનો ભ્રમ ન ફેલાવે

શું છે પરિસ્થતિ?

ફરસાણ અને મીઠાઈ ના દુકાનદારોનો કાચો માલ તેમ જ અગાઉથી તૈયાર કરેલી ખાદ્ય સામગ્રી પડી રહેવાથી વેપારીઓને ઘણું નુકસાન થયું છે . આ બાબતને ધ્યાનમાં રાખીને જે રીતે જાહેરનામાના હુક્મમાં રેસ્ટોરન્ટને ટેક અવે માટે પરવાનગી આપવામાં આવી છે. તે જ રીતે મીઠાઇ અને ફરસાણના વેપારીઓને તેમની દુકાનોમાં કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાની શરત સાથે ટેક અવે ચાલુ રાખવા પરવાનગી અંગેની સ્પષ્ટતા કરવાની રજૂઆત કરી છે. તેની સાથે આ અંગે પોલીસ વિભાગને સૂચના આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચોCoronaનાને લઈ આ પ્રકારના મેસેજ પોસ્ટ કરતા સાવધાન, DGPએ કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ

આ ઉપરાંત ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળના પ્રમુખ કમલેશભાઈ કંદોઈ સહિતના હોદ્દેદારોએ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ નટુભાઈ પટેલ તથા જીસીસીઆઈની ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન હિરેનભાઈ ગાંધીને ઉપરોક્ત પ્રશ્નની લેખિતમાં રજુઆત કરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat corona update, Gujarat Lockdown

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन