coronavirus : રાજ્યમાં કોરોનાથી 8 વધુ મોત, દિવસ દરમિયાન 135 નવા કેસ નોંધાયા

coronavirus : રાજ્યમાં કોરોનાથી 8 વધુ મોત, દિવસ દરમિયાન 135 નવા કેસ નોંધાયા
ફાઇલ તસવીર

અમદાવાદમાં બુધવારે દિવસ દરમિયાન વધુ 67 કેસ પોઝિટવ નોંધાયા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં 22મી એપ્રિલે સાંજે 6.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે રાજ્યમાં દિવસ દરમિયાન 135 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો કહે દિનપ્રતિદિન વધી રહ્યો છે. જોકે, આ બધાની વચ્ચે આજે 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2407એ પહોંચી છે. કોરોનાના વધતા જતા કેર આજે સવારથી સાંજ સુધી રાજ્યમાં વધુ 135 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 67 કેસ નોંધાયા છે. સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 4, વડોદરા અને બનાસકાંઠામાં 1-1, આણંદમાં 2 કેસ નોંધાયા છે. 8 લોકોના મૃત્યુ થયા છે. 35 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 2107 લોકો સ્વસ્થ છે અને 13 લોકો વેન્ટિલેટર ઉપર છે.

    રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે 'છેલ્લા 24 કલાકમાં જોઈએ તો, રાજ્યમાં કુલ 229 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં કુલ 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ આંકડો 2407 થયો છે.'



    આ પણ વાંચો :   coronavirus : નીતિન પટેલ સાત દિવસથી ક્વૉરન્ટીનમાં હતા, આજથી શરૂ કર્યુ કામ, ટ્વીટર પર આપી માહિતી

    રાજ્યમાં 103 લોકોનાં મોત, આજે દિવસ દરમિયાન આઠ

    કોરોના વાયરસની સ્થિતિ વિશે માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે 'રાજ્યમાં આજે દિવસ દરમિયાન આઠ લોકોનાં મોત થયા છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 103 લોકોના મોત થયા છે.' ગુજરાતમાં કોરોના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યામાં બીજાક્રમે પહોંચી ગયું છે.

    આ પણ વાંચો :  અમદાવાદ : બંધ ઘરમાંથી મળેલી લાશો મામલે ખુલાસો થયો, પતિએ પત્નીનું ખૂન કરી અને આત્મહત્યા કરી!

    વે પછી 24 કલાકે રાજ્યની વિગતો મળશે

    રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આજથી રાજ્યમાં કોરોના વાયરસના આંકડાઓ 24 કલાકે મળશે. અત્યારસુધીમાં રાજ્યમાં સવારે અને સાંજે કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા તેની વિગતો આપવામાં આવતી હતી હવે તેમાં સુધારો કરી અને દર 24 કલાકે માહિતી આપવામાં આવશે.

    અમદાવાદમાં પાંચ, વડોદરામાં ત્રણ વ્યક્તિનાં મોત થયા 

    આજે દિવસ દરમિયાન થયેલા 8 મરણમાં પાંચ વ્યક્તિનાં અમદાવાદમાં અને 3 વ્યક્તિનાં વડોદરામાં મરણ થયા હતા. વડોદરામાં બે સ્ત્રી અને એક પુરૂષનું મોત થયું હતું જ્યારે અમદાવાદમાં પાંચ પુરૂષનાં મોત થયા હતા.
    Published by:News18 Gujarati
    First published:April 22, 2020, 20:02 pm

    ટૉપ ન્યૂઝ