Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે એક માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 61 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 186 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 21 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
ફ્કત અમદાવાદમાં ડબલ ડિજીટમાં નવા કેસ : આજે નવા કેસમાં અમદાવાદ શહેરમાં જ બે આંકડામાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 25, વડોદરા શહેરમાં 09, ડાંગમાં 06, વડોદરા જિલ્લામાં 05, બનાસકાંઠામાં 03, ગાંધીનગર શહેરમાં 02, રાજકોટમાં 02 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લો, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, રાજકોટ શહેર, સુરત, સુરત કોર્પોરેશન, તાપી વગેરેમાં 1-1 નવો કેસ નોંધાયો છે. આજે 186 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 984 પર પહોંચી ગયો છે. નવા કેસ 1,000ની નીચે આવી ગયા છે જ્યારે કે 08 દર્દી વેન્ટિલેટર પર છે. આ પૈકીના કુલ 976 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 12,11,273 છે જ્યારે કે મૃત્યુ પામનાર દર્દીની સંખ્યા 10,934 છે.
આજનું રસીકરણ
રાજ્યમાં આજે 96289 દર્દીઓને રસી આપવામાં આવી છે જે પૈકીની સૌથી વધુ રસી11,394 વ્યક્તિઓને અમદાવાદ શહેરમાં આપવામાં આવી છે. જ્યારે આણંદમાં 7882 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે જ્યારે કે રાજકોટ શહેરમાં 3026, સુરત શહેરમાં 2545, ખેડામાં 55087,. કચ્છમાં 3087, મોરબીમાં 8016 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
રાજ્યમાં કોરનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 99.03 ટકા થયો છે જ્યારે આજે 186 દર્દી સાજા થયા છે આ પૈકીના 98 દર્દીઓ અમદાવાદ,. 13, વડોદરા શહેરમાં રાજકોટ શહેરમાં 10 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 07, અને પાટણમાં 5 દર્દી સાજા થયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર