Home /News /madhya-gujarat /

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર

ભુપેન્દ્રસિંહએ શિક્ષણના તમામ કામમાં વિરોધ નહીં કરવા બદલ વિપક્ષના કર્યા વખાણ

અમદાવાદ, કોરોનાના કેસ હાલમાં ઘટી રહ્યા છે ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે.  અમદાવાદની GLS યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અને ઓટોમોબાઇલ કંપની વચ્ચે આયોજિત BBA અભ્યાસક્રમના MOU કાર્યક્રમ ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મામલે ગણગણાટ શરૂ થયો છે.

ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્સિંહ ચુડાડમએ જણાવ્યું કે, શાળા કોલેજો શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. પેહલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9,8,7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા નિર્ણય લેવાશે. ગત વર્ષની જેમ આ વર્ષએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

અમદાવાદમાં આજથી રસી માટેના 'ધરમધક્કા' થશે બંધ, તમામ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા

GLS યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું મને ગૌરવ છે. ગુજરાતનો આ પહેલો પ્રસંગ હશે કે, ઓદ્યોગિક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હોય. આ દિવસ ઇતિહાસમાં લેન્ડમાર્ક સાબિત થશે. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભ થશે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ માટે કરી મોટી આગાહી, ફટાફટ કરી લો ચેક



ઉદ્યોગોને જે પ્રકારની સ્કીલ વાળા ગ્રેજ્યુએટ જોઇએ એ પ્રકારના મળી રહેશે. નિષ્ણાતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11માં પહોંચી ગયાનું કહે છે. જોકે અમે નિદાન કસોટીથી  વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું તેવું તેમને ઉમેર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિપક્ષના પણ વખાણ કર્યા હતા. વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામમાં સાથ આપે છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Bhupendra Chudasma, Corona pendamic, Educational minister, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन