ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 308 કેસ પોઝિટિવ, 16નાં મોત, અમદાવાદમાં 234 નવા સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 308 કેસ પોઝિટિવ, 16નાં મોત, અમદાવાદમાં 234 નવા સંક્રમિત
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં 234 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ, રાજ્યમાંથી 93 દર્દીઓ સાજા થઈને આજે ઘરે પરત ગયા

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 લોકોનાં મોત થયા છે. આ 16 પૈકીના 4 સીધા કોવિડના ચેપના કારણે જ્યારે અન્ય 12 દર્દીને ઉપરોક્ત બીમારી સિવાયની કોઈ સમસ્યા હતી અને કોરોના થતા મોતને ભેટ્યા છે.

  જાણો ક્યા શહેરમાં કેટલા કેસ નોંધાયા ? રાજ્યમાં આજે અમદાવાદમાં 234, વડોદરામાં 15, સુરતમાં 31, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, આણંદમાં 11, ગાંધીનગરાં 2, પંચમહાલમાં 4, મહેસાણામાં 1, મહિસાગરમાં 1, બોટાદમાં 1, નવસારીમાં 3 એમ મળીને સાંજે 5.00 વાગ્યા સુધીમાં 308 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો :  પોરબંદર : 'મારી પાસે કોરોનાની દવા છે, સંસદ મારી શરત માને તો આપીશ', યુવાનને Video બનાવવો ભારે પડ્યો

  રાજ્યની સ્થિતિ

  રાજ્યમાં આજની સ્થિતિ મુજબ 4082 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંનાં 34 દર્દીઓ હાલમાં વેન્ટીલેટર પર છે જ્યારે 3324 દર્દીઓ સ્ટેબલ છે. આજદિન સુધીમાં 527 દર્દીઓ સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે જ્યારે 197 દર્દીઓનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે આજે સાંજે 5.00 વાગ્યા સુધીમાં વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં 1 તેમજ અમદાવાદમાં વધુ 9 મોત થયા છે.

  રાજ્યમાં 29મી એપ્રિલે સાંજે 5.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસની સ્થિતિ વર્ણવતો ચાર્ટ


  લેબોરેટરી પરીક્ષણની વિગતો

  રાજ્યમાં અત્યારસુધીમાં સરકાર દ્વારા 59488 દર્દીઓના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણો પૈકી 4082 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે જ્યારે 55406 દર્દીઓ નેગેટિવ નોંધાયા છે.

  આ પણ વાંચો :   અમદાવાદમાં કોરોના ફેલાતો અટકાવા AMCએ મોટો નિર્ણય લીધો, નિયમો તોડનારને 50,000 રૂ. સુધીનો દંડ

  2777 કેસ સાથે અમદાવાદ મોખરે, 601 કેસ સાથે સુરત બીજા ક્રમે

  રાજ્યમાં કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદ અને સુરતમાં છે. અમદાવાદમાં 2777 કેસ સાથે સૌથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ કેસ પૈકીના 137 લોકોનાં મોત પણ થયા છે જ્યારે 263 લોકો સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. દરમિયાન સુરતમાં 601 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16નાં મૃત્યુ થયા છે જ્યારે 40 દર્દી સાજા થઈને પરત જતા રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:April 29, 2020, 19:45 pm

  ટૉપ ન્યૂઝ