ગુજરાતમાં આ કારણથી coronaના કેસ વધી ગયા, હજી ચેતી જવાની જરૂર 

ગુજરાતમાં આ કારણથી coronaના કેસ વધી ગયા, હજી ચેતી જવાની જરૂર 
ટેસ્ટિંગ સેન્ટરની પ્રતિકાત્મક તસવીર

'લોકો ગયા વર્ષે સેનિટાઈઝ શબ્દ ને ખૂબ જ ધ્યાનથી સમજ્યા હતા પરંતુ એવું કંઈ રહ્યું નથી હવે.લોકો સમજી નથી શકતા.અથવા હવે સમજવા માંગતા નથી'

  • Share this:
શું તમે કોઈ વસ્તુને અડ્યા પહેલાં પોતાના હાથ સેનિટાઈઝ (Sanitize) કરો છો. મને ખબર છે કે તમે જવાબ આપશો કે સેનિટાઈઝથી હાથ ચોખ્ખા થાય છે એવું કોણ કહે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ આજે બિન્દાસ બન્યો છે કોરોના સાથે આપણે જીવતાં તો શીખ્યા છીએ પરંતુ ભૂલી ગયા છે કે કોરોનાને હરાવવાના પરિબળો. કેવી રીતે જાણીએ અમદાવાદના એક વેપારીની કહાની સાંભળીને.પોતાની દુકાનમાં બેગને એક પછી એક ગોઠવી રહેલાં આ છે કાંતિભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ પ્રજાપતિ અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં દુકાન ધરાવે છે અને તેમની દુકાનમાં સ્કૂલ બેગથી લઈને ટ્રાવેલિંગ બેગની તમામ વેરાયટી હોય છે પરંતુ ગયા માર્ચમાં મહિનામાં લોકડાઉન આવતાં કાંતિભાઈનો આ ધંધો પત્તાના મહેલની જેમ ભાંગી પડયો.

પરંતુ કાંતિભાઈ હાર્યા નહીં અને તેમણે શરુ કર્યો સેનિટાઈઝર વેચવાનો ધંધો.. એપ્રિલ મહિનામા કાંતિભાઈએ પહેલાં 1 કેરબા પછી 2  કેરબા પછી 3 કેરબા એમ કરી કરીને કુલ 15થી 20 કેરબા મહિને વેચવાનું શરુ કર્યુ.કાંતિભાઈનું લાઈન અપ મોટા ભાગે કોર્પોરેટ કંપની સાથેનું હતું એટલે જૂન મહિનામાં જેમ જેમ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં લોકો વર્ક ફ્રોમ હોમ બાદ ઓફિસ આવતાં થયાં તેમ તેમ કાંતિભાઈનું વેચાણ વધવા લાગ્યું.આ પણ વાંચો : રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લદાશે, CM રૂપાણીની જાહેરાત

પણ હાલ સેનિટાઈઝરનું વેચાણ બિલ્કુલ નહિવત થઈ ગયું છે. જેની પાછળનું કારણ જ્યારે ન્યૂઝ18 ગુજરાતી ની ટીમે કાંતિભાઈ ને પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે લોકોના મનમાંથી હવે કોરોના નો ડર જતો રહ્યો છે.

લોકો ગયા વર્ષે સેનિટાઈઝ શબ્દ ને ખૂબ જ ધ્યાનથી સમજ્યા હતા પરંતુ એવું કંઈ રહ્યું નથી હવે.લોકો સમજી નથી શકતા.અથવા હવે સમજવા માંગતા નથી.નહિતર બિન્દાસ્ત જીવતાના થયા હોત કોરોના સાથેની લાઇફ સ્ટાઈલ જીવવાની છે પરંતુ જે રીતે મેચ હોય કે ફિલ્મ જોવાની વાત હોય લોકો બિન્દાસ બન્યા એટલે કોઈ પણ સ્થળ પર ભીડ વધી જેમાં માસ્ક અને સેનિટાઈઝ ભૂલી ગયા.

હવે ડર નથી તો ક્યાંથી કોઈ પોતાના સેનિટાઈઝ કરે અને ક્યાંથી માસ્ક પહેરે. માસ્ક ન પહેરવા માટે તંત્ર દ્રારા 1000 રુપિયાનો દંડ ફટાકારવામાં આવે છે પરંતુ સેનિટાઈઝ હાથ ના કર્યા હોય તો વાંધો નહી. ન્યુઝ18 ગુજરાતીનાં કેમેરામાં તો એ પણ કેદ થઈ ગયું કે ઘણી બધી નામાંકિત બેંકના એટીએમમાં પણ સેનિટાઈઝર નથી.

આ પણ વાંચો : સુરત : 'અકસ્માત થયેલો વ્યક્તિ પોણો કલાકથી બેભાન છે બીજી 108નું સેટિંગ કરી ન શકો,' ઑડિયો ક્લિપ Viral

વાત સેનિટાઈઝર છે કે નથી તેની નથી વાત છે સુરક્ષાની વાત છે સાવચેતીની વાત છે નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારીની. જ્યારે આપણો જ સિક્કો ખોટો છે તો પછી સરકાર કે તંત્ર પર કેવી રીતે આપણે માછલાં ધોઈ શકીએ. ગયા માર્ચ કરતાં આજે દરેક વસ્તુની છૂટછાટ મળી રહી છે પરંતુ શું ખતરો ના ટળે ત્યાં સુધી એ છૂટછાટનો દુરપયોગ કરે તો ના ચાલે. માસ્ક પહેરો.કોરોનાથી બચો કારણ કે જ્યારે ઘરમાં કોઈ બિમાર થશે ત્યારે તંત્ર લાચાર નહીં બને લાચારી આપણને ભોગવવાની આવશે.
Published by:Jay Mishra
First published:April 07, 2021, 10:20 am

ટૉપ ન્યૂઝ