Coronavirus : કોરોનાના લીધે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 મોત, 361 નવા કેસ નોંધાયા

News18 Gujarati
Updated: May 26, 2020, 8:47 PM IST
Coronavirus : કોરોનાના લીધે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 મોત, 361 નવા કેસ નોંધાયા
ફાઈલ તસવીર

અમદાવાદમાં 250 કરતા વધુ કેસની રફતારથી સ્થિતિ બેકાબૂ, 24 કલાકમાં 251 નવા કેસ અને 23 મોત થયા

  • Share this:
અમદાવાદ :  રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસ (coronavirus)ના પોઝિટવ કેસમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 26મી મેના સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના 361 નવા  કેસ નોંધાયા છે (Gujarat coronaupdates on 26th may) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 27 લોકોનાં મોત થયા છે. અમદાવાદ (Ahmadabad coronaUpdates) શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 23 મોત અને 251 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 251, સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠમાં 8, ગાંધીનગરમાં 7, જામનગરમાં 5, બનાસકાંઠાસ મહિસાગર, વલસાડમાં 3-3, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારી ખાતે 2-2 કેસ અને રાજકોટ જૂનાગઝ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં 1-1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 361 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  સુરત : નજીવી બાબતમાં હિંસક જૂથ અથડામણ, 40 લોકોનાં ટોળાએ તલવાર, લાકડીથી હુમલો કર્યો

અમદાવાદમાં વધુ 23 મોત રાજ્યમાં કુલ 915 દર્દીનાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 23 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં 915 લોકો મોતને ભેટ્યા છે.

503 દર્દીઓને રજા આપવામાં આવીસરકારના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 503 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 463 દર્દીઓને રજા આપવામાં આવી છે.
First published: May 26, 2020, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading