રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 30 મોત, 405 નવા કેસ નોંધાયા

News18 Gujarati
Updated: May 25, 2020, 8:19 PM IST
રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 30 મોત, 405 નવા કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની સ્થિતિ ગંભીર, 24 કલાકમાં 310 નવા કેસ અને 25 મોત નોંધાયા હાહાકાર

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 405 કેસ નોંધાયા છે જ્યારે 30 લોકોના 24 કલાકમાં જ મોત થયા છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ સંગીન સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 310 નવા કેસ અને 25 મોત નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસનો આંકડો 25મી સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા કેસ મુજબ 14,668 પર પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ મુજબ અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 3, નર્મદામાં 3, ભાવનગરમાં 2, આણંદ, સુરેન્દ્રનગરમાં 2, અમરેલીમાં 2, રાજકોટમાં 1, મહેસાણામાં 1, બોટાદામાં 1, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર,માં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કુલ 888 મોત, 109 દર્દી વેન્ટીલેટર પર

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 109 દર્દીઓ વેન્ટિલેટર પર છે. હવે સરકારના આંકડાઓ પર નજર કરીએ તો અત્યારસુધીમાં કોરોનાના કારણે રાજ્યમાં કુલ 888 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 3 આણંદ 1 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો :  રાજ્યના કાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યારાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓના મોત નીપજ્યાં છે. 224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતીના આધારે રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 888 અને અત્યારસુધીમાં 6636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 


આ પણ વાંચો :  અમદાવાદ : કોરોનાથી બચવા માટે યાત્રીઓએ PPE કિટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરી

અમદાવાદમાં 10590 પોઝિટિલ કેસ નોંધાયા, 722 મોત

અમદાવાદ શહેરમાં છેલ્લા  240 કલાકમાં 310 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં અમદાવાદમાં 10,590 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 722 લોકોનાં કોરોના કારણે મોત થયા છે. જોકે, અમદાવાદમાં 4187 દર્દીઓ સાજા થઈને પરત જતા રહ્યા છે જ્યારે 5681 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
First published: May 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading