Home /News /madhya-gujarat /રાજ્યમાં Corona Vaccineના 4 કરોડ ડોઝ અપાયા, આજે ફક્ત 4 મનપામાં જ નવા કેસ

રાજ્યમાં Corona Vaccineના 4 કરોડ ડોઝ અપાયા, આજે ફક્ત 4 મનપામાં જ નવા કેસ

Gujarat Corona cases : જાણો કોરોના વાયરસ અને વેક્સિનેશન કામગીરીની સ્વાતંત્ર્યદિને શું છે સ્થિતિ, બીજી લહેર સમાપ્ત, ત્રીજી લહેર માટે સરકાર સજ્જ

Gujarat Corona cases : જાણો કોરોના વાયરસ અને વેક્સિનેશન કામગીરીની સ્વાતંત્ર્યદિને શું છે સ્થિતિ, બીજી લહેર સમાપ્ત, ત્રીજી લહેર માટે સરકાર સજ્જ

ગાંધીનગર : રાજ્યમાં સ્વાતંત્ર્યદિનનીની (Independence Day) સંધ્યાએ એક નવી સિદ્ધી હાસલ કરી છે. આજે રાજ્ય સરકારે પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ અત્યારસુધીમાં 4 કરોડો કોરોના (4 Crore Corona Vaccine Doses in Gujarat) રસીના ડોઝ આપી દીધા છે. આ સફળતાની સાથે સાથે ત્રીજી લહેરની તૈયારીઓ પણ સજ્જ છે. દરમિયાન 15મી ઑગસ્ટ 2021ના રોજ રાજ્યના 33 જિલ્લા અને 4 મહાનગરોમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ભોયતળિયે પહોંચી ગઈ છે.

કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ એક સિધ્ધિ આને કહી શકાય છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના રાહબરમાં ગુજરાતે આજે કોરોના વેકસીનેશન ના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી છે.
રાજયમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ એમ સમગ્રતયા 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન વેકસીનેશનમાં પણ દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. આમ સરકાર માટે આજે આ સારા સમાચાર કહી શકાય છે.

આ પણ વાંચો : અમદાવાદ : સ્વાતંત્ર્ય પર્વ પર જ હત્યા! આધેડને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યા

33 જિલ્લામાં શૂન્ય કેસનો નવો રેકોર્ડ

દરમિયાન આજે સ્વાતંત્રદિને રાજ્ય માટે રાહતના એક સમાચાર એ પણ આવ્યા છે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આજે રાજ્યમાં ફક્ત 4 મપામાં 16 કેસ નોંધાયા છે. આ 16 કેસઅમાં વડોદરા શહેરમાં 8, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2 અને સુરતમાં 2 કેસનો સમાવેશ થાય છે. આજે 18 દર્દીઓ સાજા થયા છે.

183 એક્ટિવ કેસ

રાજ્યમાં આજની 15મી ઑગસ્ટની સ્થિતિમાં 183 એક્ટિવ કેસ છે આ પૈકીના 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 176 દર્દીઓ સ્થિર છે. અત્યારસુધીમાં ગુજરાતમાંથી 8,14,921 દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે 10078 મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 3,73,162 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

8 મહાનગરોમાં 28મી ઑગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણની બાબતને ધ્યાને લેતાં પ્રવર્તમાન સ્થિતિની પુન: સમીક્ષા કરી અને રાજ્યના 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂ 28મી ઑગસ્ટ સુધી અમલમાં રહેશે. આ રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાજા 11.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધીની રાખવામાં આવી છે. ફાઇલ તસવીર.

આ પણ વાંચો : Independence Day : પોલીસકર્મીઓ 10,000 બોડી વોર્ન કેમેરાથી સજ્જ, હવે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે

First published:

Tags: Coronavirus, Vaccine, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો