અમદાવાદ : સ્કૂલ ફી માફીની માંગ સાથે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ભૂલ્યા


Updated: June 16, 2020, 1:13 PM IST
અમદાવાદ : સ્કૂલ ફી માફીની માંગ સાથે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ભૂલ્યા
સ્કૂલ ફી માફ કરવા કૉંગ્રેસના દેખાવો.

અમદાવાદના વસ્ત્રાપુરમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફી માફીને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : હાલના સંજોગોમાં કેટલિક શાળાઓ તરફથી વાલીઓ પાસેથી ફી (School Fee) માંગવા મુદ્દે કૉંગ્રેસ કાર્યકરો (Gujarat Congress) તરફથી વસ્ત્રાપુર બહુમાળી ભવન પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન કૉંગ્રેસી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના ધજાગરા ઉડાવ્યા હતા.

અમદાવાદના વસ્ત્રાપુરમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફી માફીને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. કૉંગ્રેસના કાર્યકર્તાઓ આવતા જ મોટાભાગના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.લગભગ 10થી વધારે કાર્યકર્તાઓને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા સહિત પાંચ કાર્યકર્તાઓને આવેદનપત્ર આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. કૉંગ્રેસે તેમના કાર્યકરોની કરવામાં આવેલી અટકાયતનો વિરોધ કર્યો હતો.


આ દરમિયાન ચોંકાવનારી બાબત એવી છે કે હાલના સમયમાં જ્યારે કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા.

આ પણ વાંચો : સામાન્ય ઝઘડામાં યુવક પર ચાર લોકો લાકડી લઈને તૂટી પડ્યા, ઘટના સીસીટીવીમાં કેદ
First published: June 16, 2020, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading