ખેડૂત બિલનો વિરોધ કરવા ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, આવો છે વિરોધનો પ્લાન


Updated: September 24, 2020, 5:44 PM IST
ખેડૂત બિલનો વિરોધ કરવા ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, આવો છે વિરોધનો પ્લાન
ખેડૂત બિલનો વિરોધ કરવા ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, આવો છે વિરોધનો પ્લાન

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું - 6 વર્ષમાં ખેડૂતો માટે કર્જ માફીની વાત નથી કરી અને નવા નવા બિલ લાવવામાં આવી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : દેશમાં ખેડૂતોના ઉદ્ધાર માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ બિલને કાળો કાયદો ગણાવી ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. આગામી 26 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરે અલગ અલગ કાર્યક્રમો યોજી કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ નોંધાવશે.

આગામી 26 તારીખે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પીક અપ ફોર ફાર્મસ સંબોધન કરશે. 28 તારીખે રાજ્યપાલને આવેદનપત્ર આપવા ગાંધીનગર તરફ કુચ કરશે. ત્યારબાદ 2 ઓક્ટોબરે તબક્કાવાર રાજ્યભરમાં દરેક જિલ્લામાં ખેડૂતોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે છેલ્લા 6 થી 7 મહિનાથી કોરોના સામે દેશ લડી રહ્યો છે. સરહદ પર ચીન સાથે તણાવની સ્થિતિ છે. તેવા સમયે મોદી સરકારે ખેડૂતો માટે બિલ લાવવાનો પ્રયાસ કર્યો છે. 6 વર્ષમાં ખેડૂતો માટે કર્જ માફીની વાત નથી કરી અને નવા નવા બિલ લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - સેટેલાઇટ હની ટ્રેપ મામલો, આરોપીઓ કોને ટાર્ગેટ બનાવતા તે વિશે થયો ચોંકાવનારો ખુલાસો

તેમણે કહ્યું હતું કે ફસલ વીમા યોજનાનો લાભ ખેડૂતોની જગ્યાએ કંપનીઓને મળ્યો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો પણ ખેડૂતોને લાભ મળ્યો નથી. 2014થી 2019 સુધીમાં ઐતિહાસિક ભૂમિ અધગ્રહણ બિલનો દેશ ભરમાં વિરોધ થયો હતો. હવે જમીન અધિગ્રહણની ચર્ચા પણ સરકાર નથી કરતી. ખેડૂત માટેના બિલમાં ખેડૂતો, કિસાન નેતાઓ સાથે ચર્ચા કરી નથી. આ બિલમાં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ આપવી પડશે તેનો ઉલ્લેખ આ બિલમાં નથી. સરકારે ખેડૂત વિરોધ નીતિ અપનાવી છે. ખેતી પણ ખેડૂતો પાસેથી છીનવી ખાનગી કંપનીઓને આપવાની આ નીતિ છે. જેનો કોંગ્રેસ જોરશોરથી વિરોધ કરશે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગત 2 સપ્ટેમ્બરે 15 દિવસમાં અતિવૃષ્ટિ મામલે સર્વેની વાત કરાઈ હતી પણ આજ દિવસ સુધી સર્વે કર્યો નથી. પહેલા થી જ ખેડૂત પાયમાલ છે અને તેમાંય આ ખેડૂત વિરોધી બિલ ખેડૂતો માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરશે. જેનો વિરોધ કોંગ્રેસ કરશે. કેન્દ્ર સરકારની આ નીતિના કારણે ખેડૂતો પાયમાલ બની જાય તેવી સ્થિતિ છે. કિંમતો નક્કી કરીને ટેકાના ભાવ મળે છે તે કેન્દ્રના બિલ લાવવાના કારણે ખતમ થશે.
Published by: Ashish Goyal
First published: September 24, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading