Home /News /madhya-gujarat /

કોંગ્રેસની સેના માંગે સુકાની : જાણો ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે શું કહ્યું?

કોંગ્રેસની સેના માંગે સુકાની : જાણો ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે શું કહ્યું?

ગુજરાત કોંગ્રેસની કમાન કોને મળશે?

ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો પોતાની ધારણા કરતા વિપરીત આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબદારી સ્વીકારી પોતાના રાજીનામાં હાઇકમાન્ડને મોકલી આપ્યા હતા. જેને લઈ છેલ્લા નવ મહિના આ પદ પર નિમણૂક થઇ નથી

વધુ જુઓ ...
અમદાવાદ, એક તરફ વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષમાં આવી રહી છે તેવામાં ગુજરાત કોંગ્રેસ કશું ઠીક નથી તેવું કોંગ્રેસના નેતા ગ્યસૂદ્દીન શેખનાં પત્ર પરથી લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાનો આ પત્ર હાલ ચર્ચાનુ કેન્દ્ર બની ગયો છે.  કારણ કે કોંગ્રેસની હાલત છેલ્લા 9 મહિનાથી સુકાની વગરની સેના જેવી છે. અને હવે કોંગ્રેસના નેતાઓ માંથી જ તેમના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનાં નામ જાહેર કરવાની માંગ ઉઠી છે.

ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો પોતાની ધારણા કરતા વિપરીત આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબદારી સ્વીકારી પોતાના રાજીનામાં હાઇકમાન્ડને મોકલી આપ્યા હતા. જેને લઈ છેલ્લા નવ મહિના આ પદ પર નિમણૂક થઇ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિયુક્ત મામલે હવે કોંગ્રેસમાંથી જ માંગ ઉઠી છે. કોંગ્રેસ નેતા ગ્યસૂદ્દીન શેખે રાહુલ ગાંધીને પત્ર લખી કોંગ્રેસ માટે લડનારા નેતાની માંગ કરી છે

આમામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વ નિમણૂકએ લોકતાંત્રિક પ્રક્રિયાથી થાય છે. જોકે અંતે તો ટીમ કોંગ્રેસ જ કામ કરતી હોય છે. અનેએ ટીમ કોંગ્રેસને પ્રજાના હક્ક અને અધિકાર માટે ખેડૂત વિરોધી નીતિઓ યુવા વિરોધી નીતિઓ સામે લડવાનું છે. રાહુલ ગાંધી ધારાસભ્યો, ગુજરાત પ્રભારી અને નેતાઓ સાથે આ મામલે પરામર્શ કરી રહ્યા છે. ઝડપથી તે  અંગે નિર્ણય લેવાશે.

મહત્વનું છે કે 2022માં આવનાર વિધાનસભા ઈલેક્શનને લઈ   ભાજપએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ હજુ ઘોરનિંદ્રામાં છે. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં નેતાનાં નામ નક્કી નહિ થતા અન્ય નેતાઓની ધીરજ ખૂટી રહી છે અને પોતાના માટે લડી શકે તેવા નેતાનાં નામ જાહેર કરવાની માંગ હવે કોંગ્રેસમાં પ્રબળ બની છે.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat Congress, Manish Dosi, કોંગ્રેસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन