ધમણ-1 પર ઘમાસાણ યથાવત : કૉંગ્રેસ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે

ધમણ-1 પર ઘમાસાણ યથાવત : કૉંગ્રેસ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઇલ તસવીર.

"ગુજરાત બચાવો અભિયાન'ના હૅશ ટેગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટ  "દાન ધમણનું, મળી ધમણી."

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ધમણ- 1 વેન્ટિલર (Dhaman 1 Ventilator) પર ઘમાસાણ બંધ થવાનું નામ નથી લેતું. કૉંગ્રેસ (Congress) પક્ષ ધમણ મુદ્દે રાજ્યની રૂપાણી સરકાર (Vijay Rupani Government)ને ઘેરવાનો એક પણ મોકો છોડવા માંગતી નથી. કૉંગ્રેસે ધમણ- 1 વેન્ટિલરની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ કોઇ એક કંપનીને ફાયદો કરવા માટે સરકાર લોકોના જીવન સાથે રમત રમી રહી હોવાનો પણ ગંભીર આરોપ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ લગાવ્યો છે. સરકાર તરફથી પણ ધમણ મુદ્દે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, તેમ છતાં ફરી એકવાર ધમણ- 1 વેન્ટિલરનું ભૂત ધૂણ્યું છે.

આ મામલે તારીખ 25 અને 26 મેના દિવસે દરેક જિલ્લામાં કૉંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે. નીચે મુજબ ની માહિતી મેળવશે..1. છેલ્લા 3 મહિનામાં દાખલ, સારવાર મેળવેલા, મૃત્યુ પામેલ દર્દીઓની વિગત.

2. કેટલા વેન્ટિલેટર છે, સરકારે ધમણ-1 આપ્યું હોય તો ઉપયોગમાં છે કે નહીં? કેટલા દર્દીઓને ધમણ-1 હેઠળ સારવાર અપાઈ છે.

3. ડોક્ટર્સ, સ્ટાફનું મહેકમ.

4. કોરોના મહામારી માટે ની તૈયારીઓ, સુવિધા.

5. સારી કામગીરી કરનાર સ્ટાફને પ્રોત્સાહન, માસ્ક, પીપીઈ કીટની જરૂરિયાત.

6. કૉંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી કોરોના મહામારી માટે વપરાયેલ રકમની વિગતો.

આ પણ વાંચો :  શું CM રૂપાણીનાં આ માસ્ટરસ્ટ્રોકથી જ N 95 માસ્કની કિંમત સામાન્ય જનતાને પરવડે તેવી કરાઇ?

પરેશ ધાનાણીનું ટ્વીટ :

બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ધમણ પર ટ્વિટ કરતા સરકાર પર નિશાન તાક્યું છે. ગુજરાત બચાવો અભિયાનના હેજ ટેક સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી લખ્યું છે કે....

"દાન ધમણનું, મળી ધમણી"

"કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગરીબ ગુજરાતને અંદાજીત એક હજાર જેટલા "ધમણ-૧" પૂરા પાડવા માટે.., 'જ્યોતિ સીએનસી'ને 'ધન-દાન' કરનારા 'નિયો-રાજકોટ ફાઉન્ડેશન' તથા તમામ દાતાઓને અંતરથી અભિનંદન પાઠવું છું!" #ગુજરાત_બચાવો_અભિયાન.

નોંધનીય છે કે કોરોના વાયરસના મહામારીમાં કૉંગ્રેસ પક્ષને સરકાર સામે લડવા માટે એક મુખ્ય મુદ્દો મળી ગયો છે. કૉંગ્રેસ ધમણ મુદ્દે સરકાર સામે એક પછી એક સવાલો અને ગંભીર આરોપ લગાવી રહી છે. આ બાબતે રાજ્ય સરકાર અને અધિકારીઓ સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 09:37 am

ટૉપ ન્યૂઝ